
લુણાવાડા,
લુણાવાડા તાલુકાના રામ પટેલના મુવાડા દુધ ડેરીમાં ભેળસેળવાળું દુધ મંડળીમાં લેવાતું હોવાના આક્ષેપ સાથે મંડળીના મનમાનીનો વિરોધ કરવામાં આવ્યો.
લુણાવાડા તાલુકાના રામપટેલના મુવાડા દુધ ડેરીમાં મળતીયા ગ્રાહકો પાસેથી અને તેલ મિકસ કરેલ દુધ મંડળી દ્વારા લેવાતું હોવાનેા આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે દુધ મંડળીની મનમાનીનો વિરોધ અન્ય ગ્રાહકો દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ આ બાબતે ડેરીના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જેને પગલે સુપરવાઈઝર સહિતના અધિકારીઓ આવી પહોંચ્યા હતા. અગાઉ પણ ભેળસેળ યુકત દુધ પકડાયું જેના અન્ય ગ્રાહકોમાં રોષ ફેલાતા દુધમાં ભેળસેળ કરનાર ગ્રાહકોને દંડ કરવામાં આવ્યો હતો. દુધ મંડળી અને ડેરીના અધિકારી દ્વારા મોટા આગેવાનો અને સામાન્ય ગ્રાહકો વચ્ચેનો ભેદભાવ દુર કરી કાર્યવાહી કરે તે જરૂરી છે.