લુણાવાડા તાલુકાના ચનસરની પાનમ નદીમાં તા.23ના રોજ સાંજે અંદાજિત 7 વાગ્યાના અરસામાં એક યુવાન નદીમાં પડી ગયો હતો. ત્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ પાણીનો તે જ પ્રવાહ હોવાના કારણે યુવાનની કોઈ ભાળ મળી ન હતી. ત્યાર બાદ લુણાવાડા ફાયર વિભાગની ટીમ દ્વારા પણ સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે બુધવારે બે દિવસે લુણાવાડા ગોધરા હાઇવે રોડ ઉપર પાનમ નદીના બ્રિજ નીચે આવેલા ચેકડેમ પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.
યુવાન લુણાવાડા તાલુકાના ખલાસપુર ગામનો વતની હતો. જે ચનસર બેટ ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન નદીના તે જ પ્રવાહમાં પડી જતા ડૂબી જતા યુવાનનું મોત થયું હતું. આ યુવાનનો મૃતદેહ પાણીના પ્રવાહમાં તણાઈ છેક લુણાવાડા સુધી આવી પહોંચ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પોહચી હતી.