બાલાસીનોર,
ચોમાસાની સીજનના વરસાદ સાથે અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે હાલતમાં જોવા મળી રહ્યો છે. બાલાસીનોર બાયપાસ થી વડદલા થી હાંડીયા સુધીના માર્ગ ઉપર મોટામસ ખાડાઓને લઈ અવાર-નવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે.
અમદાવાદ-ઈન્દોરને જોડતા નેશનલ હાઇવે રોડ ઉપર પસાર થવા માટે મોટો ટોલ ટેકસ ઉધરાવવામાં આવી રહ્યો છે. પરંતુ આ નેશનલ હાઈવે રોડ ઉપર ચોમાસાની સીજનના વરસાદની શઆત સાથે મોટામસ ખાડાઓ પડેલ જોવા મળી રહ્યા છે. બાલાસીનોર બાયપાસ રોડ પર વડદલા થી હાંડીયા સુધીના રસ્તા ઉપર ઠેરઠેર મસમોટા ખાડાઓ પડી ગયેલ છે. જેને લઈ રોડ ખખડધજ બન્યો છે. જેને લઈ અવારનવાર અકસ્માત સર્જાય છે અને અકસ્માતોમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે. નેશનલ હાઈવે ખખડધજ બનતા અકસ્માતની ધટના બનતી હોય છે. તેમ છતાં રોડની મરામત માટે નેશનલ હાઈવે ઓથોરટી દ્વારા નિરીક્ષણ કરવામાં આવતું નથી. અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે ઓથોરેટી દ્વારા વાહન ચાલકો પાસેથી મોટો ટોલ ટેકસ ઉધરાવવામાંં આવે છે. તેમ છતાં સારા રસ્તાની સુવિધા આપવામાં નિષ્ફળ રહેલ છે. જેને લઈ સ્થાનિક રહિશો સહીત વાહન ચાલકો દ્વારા રસ્તાની મરામત માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે.