લુણાવાડા શહેરમાં દરકોલી થી પટ્ટણ જતા રોડ ઉપર ગંદાપાણીની ગટરો ઉભરાતા સ્થાનિક રહિશો ભારે પરેશાન

લુણાવાડા,
ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી ગંદા પાણીના નિકાલ માટેની ભૂગર્ભ ગટર યોજના ફારસરૂપ સાબિત થવા પામી છે. જુઓ ત્યાં ભૂગર્ભ ગટર બનાવ્યા પછી નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટેની સમસ્યાઓ દિન-પ્રતિદિન વધી જવા પામી છે. આ પાણીના નિકાલનું કોઈ પાસે પરિપૂર્ણ થતો નથી જેને લઇને સ્થાનિક રહીશો રાહદારીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે.

આવો જ એક કિસ્સો લુણાવાડા નગરમાં આવેલા દરકોલી થી જવાના માર્ગ ઉપર આશરે ૧૦ હજારથી ઉપર ગરીબી રેખા હેઠળ જીવતા લોકો રહી રહ્યા છે. વસવાટ કરી રહ્યા છે. સમગ્ર લુણાવાડા નગરનું ગંદુ પાણી આ પટ્ટણ રોડ ઉપર કોઈપણ જાતના નિકાલ કર્યા વગર અથવા ગટર વ્યવસ્થાની પાકી વ્યવસ્થા કર્યા વગર આ ગંદુ પાણી જાહેર માર્ગ ઉપર વેરાય છે. જેને લઇને મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે. બીમારીનું પ્રમાણ પણ ગંદકીના કારણે વધી રહ્યું છે અને આ ગંદુ પાણી ભરાવાને કારણે ગટર ઉભરાતા રોડ ઉપર વહી જતા પાણીને કારણે જે કાદવ-કીચડ થાય છે. તેને લીધે રાહદારીઓ વાહનચાલકો અને મોટી ઉંમરના લોકો કાદવ-કિચડને કારણે લપસી પડવાના અને વાગવાના બનાવો અવારનવાર બની રહ્યા છે.

આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા પ્રમુખ ધારાસભ્યને લેખિત મૌખિક જાણ કરવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ મધ્ય સુધી કરવામાં આવ્યો નથી. લોકો દ્વારા ધારાસભ્યોને રજૂઆત કરવા છતાં પહેલા એવું કહેવામાં આવ્યું કે, તમે કોંગ્રેસના ધારાસભ્યોને રજૂઆત કરો કોંગ્રેસ વાળા કહે કે તમે ભાજપવાળાને રજૂઆત કરો આવી રીતે સ્થાનિક રહીશોને બાય બાય ચાયણી કરીને ફેરવવામાં આવી રહ્યા હોવાનું લોકો પોતાના મુખે જણાવી રહ્યાં છે.