લુણાવાડા તાલુકા પંચાયતની કસલાલ-૮ના ઉમેદવારને ચુંટણી અધિકારીએ ઉમેદવારને આપી દમદાટી આપ્યાનો આક્ષેપ

લુણાવાડા,
તારીખ ૦૨/૦૩/૨૦૨૧ ને મંગળવારના રોજ સ્થાનીક સ્વરાજ્યની બીજા તબક્કાની મત ગણતરી પુરી થયાને માત્ર બે દીવસ જેટલો જ સમય વીત્યો છે. ત્યારે જીતેલા ઉમેદવારો જ્યારે જશન માનવે છે ત્યારે માત્ર ચાર મતો થી હારેલા કસલાલ-૮ ના તાલુકા પંચાયત લુણાવાડાના ઉમેદવાર ભેમાભાઈ નાનાભાઈ પગી નાઓ નો આક્ષેપ છે કે જ્યારે મત ગણતરી હાથ ધરવામાં આવી ત્યારે અમારા પક્ષના કોઈપણ એજન્ટને કે ઉમેદવારને બોલાવવામાં આવ્યા નથી અને બેલેટ પેપરની પેટી મતગણતરી કરતાં અધિકારીઓ દ્વારા મનસ્વી રીતે ખોલી દેવામાં આવી હતી. તે ઉપરાંત માત્ર ચાર મત થી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજેતા જાહેર કરતાં અમે ફેરમત ગણતરી માટેની અરજી કરી હતી.

તે સમયે પણ બેલેટના મત અમને માત્ર ભારતીય જનતા પાર્ટીના બતવવામાં આવ્યા હતા. તે સમયે ત્યાંના અધિકારી એ બધું બરાબર છે અહીં સહી કરી નીકળી જાવ નિકળી જાવ તેવું કહી અમોને ધમકી આપી બહાર કાઢી મૂકવામાં આવ્યાં હતા. તેથી અમોએ મામલતદાર, ચૂંટણી અધિકારી, મુખ્ય ચૂંટણી અધિકારી મહિસાગર અને કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી અમને ન્યાય મળે તેવી રજૂઆત કરવામાં આવી લોકો મુખેથી વાત જાણવા મળે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવર પંચમહાલ જિલ્લાના સાસંદ ના પી.એ હોવાથી વર્ચસ્વ જાળવી રાખવ માટે બેલેટ પેપરની રાજકીય રમત રમવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા કોર્ટેનો પણ સહારો લે તેવી વાત ચર્ચાઈ રહી છે. આથી સમગ્ર ચૂંટણી દરમિયાન મુખ્ય ચૂંટણીની મદર આ કસ્લાલા બેઠક પર હોવાથી આવો મુદ્દો બનતા સમગ્ર મહિસાગર જિલ્લામાં રાજકીય ગરમાવો આવ્યો છે.