
મહીસાગર, ,આગામી લોકસભા ચુંટણી 2024ને અનુલક્ષીને વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તે માટે સ્વીપ અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અનુસંધાને લુણાવાડા તાલુકાના લકડી પોયડા ગામે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો હતો.
દેશની ગૌરવવંતી લોકશાહીને જીવંત અને મજબુત બનાવવા માટે મતદાન દ્વારા નાગરિકોની ભાગીદારીની જરૂરીયાત સમજાવવામાં આવી હતી. વધુમાં ગ્રામજનો 7 મે ના રોજ અચૂક મતદાન કરે તેમજ સ્વજનોને મતદાન માટે પણ પ્રેરિત કરે તેવી અપીલ કરવામાં આવી હતી.