લુણાવાડાના આગરવાડા ધોડાના મુવાડા માર્ગ પર કાદવ-કિચડનુ સામ્રાજય : રાહદારીઓ પરેશાન

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના આગરવાડા ગામ વિસ્તારમાં આવેલ ચંપા ફળિયાથી બારીયા ફળિયા સહિત ધોડાના મુવાડા તરફ જવાનો એક કિ.મી.સુધીનો રસ્તો કાદવ-કિચડવાળો બન્યો છે. હાલ આ રસ્તા પર ભારે કાદવ-કિચડને કારણે લોકો અને વિધાર્થીઓને મહામુસીબતે રસ્તા પરથી પસાર થવાનો વારો આવ્યો છે. તેમજ કાદવ-કિચડને લઈ મચ્છરોનો ઉપદ્રવ વધતા મચ્છરજન્ય રોગો તેમજ ચામડીના રોગો વધતા લોકો પરેશાન થયા છે. ગામલોકોને અનેક રજુઆતો બાદ પણ વર્ષોથી સમસ્યા તેની તે જ રહી છે. કાદવ-કિચડવાળા રસ્તા પરથી પસાર થવુ હોય તો ગામલોકો સહિત વિધાર્થીઓને શાળામાં જવુ હોય તો પણ ચપ્પલ વગર જવુ પડી રહ્યુ છે. રસ્તા ઉપર કાદવ-કિચડ હોવાથી બાઈક સ્લિપ ખાઈ જાય ત્યારે તંત્ર કોઈ મોટા અકસ્માત થાય અને કોઈ જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે.