ચંડીગઢ,લુધિયાણાના ગ્યાસપુર વિસ્તારમાં ગેસ લીક થવાના કિસ્સામાં, પંજાબ સરકારે મૃતકોના નજીકના પરિવારને ૨ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
લુધિયાણાના ડેપ્યુટી કમિશનર સુરભી મલ્લિકે કહ્યું કે ઘાયલોની સારવારનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે. કયો ગેસ કે કેમિકલ લીક થયો હતો અને કેટલી માત્રામાં લીક થયો હતો તે ચકાસવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત સીલબંધ વિસ્તારનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આમ અને ખાસ માટે કાયદો એક સમાન હશે અને પોલીસ તપાસમાં વિલંબ થશે નહીં તમને જણાવી દઈએ કે, ગયાસપુર વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાંથી સવારે ગેસ લીક થયો હતો. આ દુર્ઘટનામાં ૧૧ લોકોના મોત થયા છે અને ૪ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ગેસ લીકેજ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.