નવીદિલ્હી, પાકિસ્તાનના ઈશારે કેટુ આતંકી સંગઠન લોરેન્સ બિશ્ર્નોઈના ગેંગસ્ટર સિન્ડિકેટ દ્વારા દેશભરમાં આતંકી ઘટનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યું હતું એનઆઇએએ તેની ચાર્જશીટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ બિશ્ર્નોઈ વિરુદ્ધ બે અલગ-અલગ કેસ નોંધ્યા છે. જેમાંથી એક કેસમાં કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. જ્યારે બીજા કેસમાં લોરેન્સ બિશ્ર્નોઈની વિદેશમાં બેઠેલા આતંકવાદી જૂથો સાથે સંબંધ હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. એનઆઇએએ તેની ચાર્જશીટમાં કેટુ (ખાલિસ્તાન અને કાશ્મીર)ના આતંકવાદી સંગઠન અને પંજાબના ગેંગસ્ટર સિન્ડિકેટ વચ્ચેની સાંઠગાંઠનો પુરાવા સાથે વિગતવાર ખુલાસો કર્યો છે.
જેમાં કહેવામાં આવ્યું છે કે ૭૦૦ સિન્ડિકેટ સભ્યોના આધારે દેશભરમાં આતંક ફેલાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવ્યું છે કે મોહાલી ઈન્ટેલિજન્સ ઓફિસ પર હુમલો અને ટાર્ગેટ કિલિંગ ખાલિસ્તાન તરફી આતંકવાદીઓના ઈશારે ગેંગસ્ટર સિન્ડિકેટની મદદથી કરવામાં આવી હતી. તેમની સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ (યુએપીએ) એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ ચાર્જશીટમાં લોરેન્સના પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથેના સંબંધની વાત કરવામાં આવી છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે લોરેન્સના વાયર અન્ય ઘણા આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા છે.
એનઆઇએએ આતંકવાદી સંગઠનો સાથે સંબંધ ધરાવતા ગેંગસ્ટરોની યાદીમાં ૧૪ નામ સામેલ કર્યા છે. આ છે- લોરેન્સ બિશ્ર્નોઈ, કાલા જેથેડી, જગદીપ સિંહ ઉર્ફે જગ્ગુ, સતવિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર (રહે. કેનેડા), સચિન થાપન ઉર્ફે સચિન બિશ્ર્નોઈ, અનમોલ બિશ્ર્નોઈ ઉર્ફે ભાનુ, વિક્રમજીત ઉર્ફે વિક્રમ બ્રાર, વિરેન્દ્ર પ્રતાપ સિંહ ઉર્ફે જોગેન્દ્ર સિંહ, કાલા રાણા. , રાજેશ કુમાર ઉર્ફે રાજુ મોતા, રાજુ બાસોદી, અનિલ ચિપ્પી, નરેશ યાદવ અને શાહબાઝ અંસારી.એનઆઇએ હવે ગેંગસ્ટરના સંબંધીઓની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. પહેલીવાર એનઆઇએએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ૨૦૧૬માં નાભા જેલ બ્રેકની ઘટના સાથે ગેંગસ્ટર્સની સિન્ડિકેટ કે-૨ આતંકીઓ દ્વારા કબજે કરવામાં આવી હતી.
એનઆઇએની ચાર્જશીટ તેમજ રિમાન્ડ પેપર મુજબ લોરેન્સ વિશ્ર્નોઈના કેનેડા સ્થિત ચાર અને પાકિસ્તાન સ્થિત ત્રણ આતંકવાદીઓ સાથે સંબંધો છે. કેનેડા સ્થિત આતંકવાદીઓ જેમના નામ છે અર્શદીપ સિંહ ઉર્ફે દલા, રમનદીપ ઉર્ફે રમન જજ, સખબીર સિંહ સંધુ અને તાજેતરમાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી હતી જ્યારે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ હરવિંદર સિંહ સંધુ, વાધવા સિંહ ઉર્ફે બબ્બર અને લખવીર સિંહ છે. રિમાન્ડ અરજીમાં દ્ગૈંછએ કહ્યું છે કે આતંકી કેસોમાં પકડાયેલા દીપક રંગાની પૂછપરછ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે તે લોરેન્સ માટે કામ કરે છે. તપાસમાં લોરેન્સના વાયરો આતંકવાદી સંગઠનો સાથે જોડાતા ગયા.