મુંબઇ, ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈના નામે ફિલ્મ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને મળી રહેલી ધમકીઓનો સિલસિલો અટકવાનો નથી. સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર લોરેન્સ બિશ્ર્નોઈની ગેંગે હવે અમેરિકામાં રહેતી ભારતીય મૂળની આંતરરાષ્ટ્રીય પંજાબી ગાયિકા જાસ્મીન સેન્ડલસને પણ આવી જ ધમકી આપી હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોરેન્સ બિશ્ર્નોઈના નામ પર જાસ્મિન સેન્ડલસને વિદેશી નંબરોથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.પંજાબી ગાયિકા જાસ્મીન સેન્ડલસ આ દિવસોમાં ભારતમાં છે અને તે આજે (૭ ઓક્ટોબર) દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં લાઈવ પરફોર્મન્સ આપવા જઈ રહી છે.
તમને જણાવી દઈએ કે ગઈ કાલે એક ઈમેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરવાની અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓ સતર્ક છે અને તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ૫૦૦ કરોડ ઉપરાંત ઈમેલ મોકલનાર વ્યક્તિએ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈની મુક્તિની પણ માંગ કરી છે. સૂત્રોએ જણાવ્યું છે કે પ્રાથમિક ટેકનિકલ તપાસના આધારે મુંબઈ પોલીસને ઈમેલ વિશે જાણ કરવામાં આવી છે અને ઈમેલ મોકલનારને પકડવાના પ્રયાસો ચાલુ છે. ગુજરાત પોલીસ ઉપરાંત દ્ગૈંછ પણ આ કેસની તપાસ કરી રહી છે.