લંડનનું ડાઉનિંગ સ્ટ્રીટ રોશનીથી ઝળહળી ઉઠ્યું,ૠષિ સુનકે પત્ની અક્ષતા મૂર્તિ સાથે દિવાળી ઉજવી

યુકેના પીએમ ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિના દીવા પ્રગટાવતી તસ્વીરો યુકેના વડાપ્રધાનના સત્તાવાર X હેન્ડલ પર શેર કરવામાં આવ્યા છે. તસ્વીરોમાં યુકેના પીએમ અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ દીવા પ્રગટાવતા જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા.

દિવાળીના માત્ર 2 દિવસ પહેલા બ્રિટનનું ડાઉનિંગ સ્ટ્રીટ વડાપ્રધાનનું નિવાસ્થાન રોશનીથી ઝળહળી ઉઠ્યુ છે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે પત્ની અક્ષતા મૂર્તિ સાથે તેમના નિવાસસ્થાને ભવ્ય દિવાળીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતીય પરંપરા અનુસાર દીવા પ્રગટાવ્યા હતા. દિવાળીની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં હિન્દુ પરિવારો પણ હાજર રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે ઋષિ સુનક ભારતીય મૂળના છે અને તેઓ હિન્દુ છે. બ્રિટિશ પીએમ સુનાકે ઘણી વખત કહ્યું છે કે તેમને હિંદુ હોવા પર ગર્વ છે અને તેઓ તમામ ભારતીય તહેવારોની ઉજવણી કરે છે. આ વખતે તેમણે દિવાળીની ઉજવણી કરી છે.

યુકેના પીએમ ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિના દીવા પ્રગટાવતી તસ્વીરો યુકેના વડાપ્રધાનના સત્તાવાર X હેન્ડલ પર શેર કરવામાં આવ્યા છે. તસ્વીરોમાં યુકેના પીએમ અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ દીવા પ્રગટાવતા જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. આ લોકો દિવાળીની ઉજવણીમાં ભાગ લેવા માટે ઋષિ સુનકના ઘરે આવ્યા હતા.

ટ્વિટર પરની પોસ્ટમાં લખ્યું છે કે વડાપ્રધાન ઋષિ સુનકે અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી એટલે દિવાળી પહેલા આજે રાત્રે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે હિન્દુ સમુદાયના મહેમાનોનું સ્વાગત કર્યું. આ સપ્તાહના અંતે યુકે અને સમગ્ર વિશ્વમાં ઉજવણી કરી રહેલા દરેકને દિવાળીની શુભકામનાઓ.

ભારતમાં દિવાળીનો તહેવાર 12 નવેમ્બરે છે. પરંતુ દેશ અને દુનિયામાં આના એક અઠવાડિયા પહેલા દિવાળીની ઉજવણી શરૂ થઈ જાય છે. આ લગભગ 10 દિવસ સુધી ચાલે છે. લોકો તેમના ઘરો અને સંસ્થાઓને માટીના દીવા, ઝુમ્મર, મીણબત્તીઓ અને રંગબેરંગી રોશનીથી પ્રકાશિત કરે છે. બ્રિટનના વડા પ્રધાનનું કાર્યાલય પણ યુકે અને સમગ્ર વિશ્વમાં દરેકને દિવાળીની શુભેચ્છા પાઠવે છે. દિવાળી હિન્દુઓનો મોટો તહેવાર છે. તે અંધકાર પર પ્રકાશની આધ્યાત્મિક જીત, અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે.