
લંડન, ફ્રાંસ સહિત ઘણા યૂરોપીય દેશોમાં લોન વુલ્ફ એટેકના મામલા તો મોટાભાગે ચર્ચામાં રહે છે. મંગળવારે તેનો શિકાર બ્રિટન પણ થઇ ગયું. એક હુમલાવરે તલવાર વડે હુમલો કરીને ૪ લોકોને ઘાયલ કરી દીધા, જ્યારે ૧૩ વર્ષના એક છોકરાની હત્યા કરી દીધી. ગંભીર રૂપથી ઘાયલ થનાર ૨ પોલીસકર્મી પણ સામેલ છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. હુમલાવરની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેની સાથે પૂછપરછ કરી ઘટનાનું કારણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
લંડન પોલીસના અનુસાર લોન વુલ્ફ એટેકની ઘટના મંગળવારે ઉત્તર પૂર્વ લંડનના હેનોલ્ટમાં થઇ. પોલીસના ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશ્ર્નરે જણાવ્યું કે નાગરિકો અને પોલીસ અધિકારીઓ પર હુમલાના આરોપમાં તલવાર સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હુમલામાં ૧૩ વર્ષીય છોકરાનું મોત નિપજ્યું છે.
ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશ્ર્નરે જણાવ્યું કે અમને સવારે ૭ વાગ્યા પહેલાં ફોન કરવામાં આવ્યો કે થર્લો ગાર્ડન વિસ્તારમાં એક મકાનમાં વાહન ઘુસી ગયું છે. એવા અહેવાલો હતા કે લોકોને છરીઓ મારવામાં આવી હતી. આ પછી પોલીસ અને અન્ય ઈમરજન્સી સેવાઓને સ્થળ પર મોકલવામાં આવી હતી. જે બાદ એક વ્યક્તિ (૩૬)ની તલવાર સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ ઘટના આતંકવાદ સાથે જોડાયેલી નથી.
લોકો પર તલવાર વડે હુમલાની ઘટના ચકાસ્યા વિનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેમાં એક વ્યક્તિ તલવાર લઇને હેનોલ્ટમાં સ્થાન પાસે ઘરોની તરફ આવતો જોવા મળે છે. જો આ વિડીયોની પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ આ સ્પષ્ટ નથી કે આજે સવારે હુમલો ખરેખર ક્યાં થયો. ટ્રાંસપોર્ટ ફોર લંડનના અનુસાર ક્ષેત્રમાં પોલીસ તપાસના કારણે હેનોલ્ટ ભૂમિગત સ્ટેશનને બંધ કરી દીધું.
લંડનના મેયર સાદિક ખાને કહ્યું હતું ’આજે સવારે હેનોલ્ટના સમાચારથી હું એકદમ વ્યથિત છું. હું પોલીસ કમિશનરના સતત સંપર્કમાં છું. એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો છે.
પીએમ ૠષિ સુનકે પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે સોશિયલ મીડિયા એકસ પર લખ્યું, ’હું ઇમરજન્સી સેવાઓનો તેમના સતત પ્રતિસાદ માટે આભાર માનું છું. અમારી શેરીઓમાં આવી હિંસા માટે કોઈ સ્થાન નથી. હું અમારી ઇમરજન્સી ટીમોને તેમના તાત્કાલિક પ્રતિસાદ માટે પણ આભાર માનું છું, જેમણે જબરદસ્ત બહાદુરી સાથે કામ કર્યું.