બ્રિટનમાં લંડનમાં મોટાપાયા પર ભારતીયો રહે છે. તેના લીધે લંડનના બજારોમાં ભારતીય ફૂડ્સ સરળતાથી મળી જાય છે. પણ લંડનમાં મળતા ભારતીય ફૂડ્સનો ભાવ ભારત કરતાં કેટલાય ગણો વધારે છે. તમે જો ભીંડા અહીં ૫૦ થી ૬૦ રુપિયે કિલો ખરીદતા હોવ તો લંડનમાં તેનો ભાવ પ્રતિ કિલો ૬૫૦ રુપિયા છે.
અહીં ફક્ત ભીંડાની જ વાત નથી, બીજી બધી શાકભાજી અને ભારતીય ફૂડ્સની પણ વાત છે. લંડનમાં રહેલા ભારતીય ફૂડ્સના ભાવની ચર્ચા એટલા માટે થાય છે કેમકે લંડનમાં રહેતી એક ભારતીય યુવતી છવિ અગ્રવાલે આ રેટ્સનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જે હાલ ખૂબ વાયરલ છે.
છવિ સુપર માર્કેટમાં એક પછી એક એમ દરેક ભારતીય ફૂડ્સના રેટ જણાવે છે. આમાં તે બતાવે છે કે ત્યાં ભારતીય પ્રોડક્ટ કેટલી મોંધી છે. ભારતમા ૨૦ રુપિયાવાળી ચિપ્સનું પેકેટ લંડનમાં ૯૫ રુપિયામાં વેચાય છે. મેગીનું પેકેટ લંડનના સ્ટોરમાં ૩૦૦ રુપિયામાં મળે છે. જ્યારે પનીરનું પેકેટ ૭૦૦ રુપિયે, કારેલા ૧૦૦૦ રુપિયે કિલો વેચાય છે.
જ્યારે અડધો ડઝન અલ્ફાંસો કેરીની કિંમત ૨૪૦૦ રુપિયા છે. આ સિવાય ૧૦ રુપિયાવાળા ગૂડડેની કિંમત ૧૦૦ રુપિયા છે. લિટલ હાર્ટ નામના બિસ્કિટનું નાનું પેકેટ પણ ૧૦૦ રુપિયામાં વેચાય છે. ૪૦૦ ગ્રામ ભૂજિયા અહીં ૧૦૦ થી ૧૧૦ રુપિયામાં મળે છે, પણ તે લંડનમાં ૧૦૦૦ રુપિયામાં મળે છે