
લંડન, ૧૮મી સદીમાં બનેલી ટીપુ સુલતાનની તલવાર લંડનમાં ૧૪૩ કરોડ રૂપિયામાં વેચાઈ છે. આ માહિતી ઓક્શન હાઉસ બોનહેમ્સ દ્વારા આપવામાં આવી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે હરાજીમાંથી મળેલી રકમ અપેક્ષા કરતા સાત ગણી વધારે છે. તે જ સમયે, આ તલવાર અત્યાર સુધી વેચાયેલી સૌથી મોંઘી ભારતીય અને ઇસ્લામિક વસ્તુ બની ગઈ છે.

ઓક્શન હાઉસની સાઇટ અનુસાર, ટીપુની હાર બાદ તેના બેડરૂમમાંથી તલવાર મળી આવી હતી. આ તલવાર ટીપુ સુલતાનના મહત્ત્વના હથિયારોમાં સામેલ હતી. તેના હેન્ડલ પર સોનામાં ’શાસકની તલવાર’ એવું લખાયેલું છે.આ તલવાર ટીપુ સુલતાનના મહત્ત્વના હથિયારોમાં સામેલ હતી. તેના હેન્ડલ પર સોનામાં ’શાસકની તલવાર’ એવું લખાયેલું છે.

ટીપુની તલવાર મુઘલ શસ્ત્ર નિર્માતાઓએ જર્મન બ્લેડ જોઈને બનાવી હતી. તેને ૧૬મી સદીમાં ભારત મોકલવામાં આવ્યું હતું. તલવારના હાથા પર સોનાથી શબ્દો કોતરેલા છે. આમાં ભગવાનના પાંચ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. ઓક્શન હાઉસના નીમા સાગરચીએ જણાવ્યું કે હરાજી દરમિયાન તલવાર ખરીદવા માટે લોકોમાં ભારે હરીફાઈ હતી.૪ મે ૧૭૯૯ના રોજ ટીપુ સુલતાનની હાર પછી, તેમના ઘણા શસ્ત્રો સેરિંગપટમમાંથી લૂંટી લેવામાં આવ્યા હતા. આ તલવાર પણ તેમનામાં સામેલ હતી. ઓક્શન હાઉસ અનુસાર, ટીપુની તલવાર બ્રિટિશ આર્મી ઓફિસર મેજર જનરલ ડેવિડ બાયર્ડને ટોકન તરીકે ભેટમાં આપવામાં આવી હતી.હરાજીમાં વેચાયેલી આ ઘડિયાળ ચીનના છેલ્લા રાજા એસિન જિયોરો પુયીની છે.

ટીપુ સુલતાનની તલવાર સિવાય ચીનના છેલ્લા રાજા અસિન જિયોરો પુયીની એક ઘડિયાળ પણ બીજી હરાજીમાં વેચાઈ છે. તેને ૫૧ કરોડ રૂપિયામાં ખરીદ્યી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખરીદનાર એશિયન મૂળનો વ્યક્તિ છે, જે ફોન દ્વારા જોડાયેલ હતો. આ ઘડિયાળ પુઇએ તેના રશિયન દુભાષિયાને ભેટમાં આપી હોવાનું કહેવાય છે. જેને બાદમાં રશિયામાં કેદ કરવામાં આવ્યો હતો. આ અત્યાર સુધી વેચાયેલી કોઈપણ રાજાની સૌથી મોંઘી ઘડિયાળ છે. અગાઉ ૨૦૧૭માં વિયેતનામના રાજા બાઓ દાઈની ઘડિયાળ ૪૧ કરોડ રૂપિયામાં વેચાઈ હતી.