લોકવિજ્ઞાન કેન્દ્ર ગોધરા અને મહીસાગર નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે લુણાવાડાની વેદાંત સ્કૂલ ખાતે ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન

લુણાવાડા, લોકવિજ્ઞાન કેન્દ્ર ગોધરા અને મહીસાગર નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે લુણાવાડાની વેદાંત સ્કૂલ ખાતે ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 55 બાળકોએ સમર કેમ્પમાં ભાગ લીધો હતો. આ કેમ્પ બાળકોને રસ પડે તે રીતે ડો.સુજાતા વલી અને મયુર પ્રજાપતિ દ્વારા વૈજ્ઞાનિક પ્રયોગો, અંધશ્રધ્ધા નિવારણ, એડવેન્ચર, પ્રકૃતિ શિક્ષણ સાથે વિશિષ્ટ રમતો રમાડવામાં આવી. જેવી પ્રવૃતિઓ શિક્ષણની સાથે સાથે ભવિષ્યમાં ઉપયોગી થાય તેવી અને લાયક નવું શીખી શકે સાહસિક અને ડર દૂર થાય તેવી ધ્રુવી પ્રજાપતિ, હના મોજનીદાર, રવિ ડાભી સભ્યો દ્વારા પ્રવૃત્તિ કરવાંમાં આવી.

આ કેમ્પના બાળકોએ મહીસાગર જીલ્લા સેવા સદન ખાતે મહીસાગર જીલ્લા કલેકટર નેહાકુમારી સાથે મુલાકાત કરી સંવાદ સાધ્યો હતો. બાળકોએ પોતાના શોખ અને મોટા થઈ શું બનીશું તે વિશે જણાવી રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો. વૃક્ષોના ઉછેર, સ્વરછતા, ટ્રાફિક સમસ્યા તેમજ નદી તળાવોમાં પ્રદૂષણ અંગે તેઓએ નજરે નિહાળેલી સમસ્યાઓ રજૂ કરી હતી. જીલ્લા કલેકટરે ખૂબ ખુશી સાથે બાળકો દ્વારા રજુ થયેલ વિવિધ રજૂઆતો અને વાતોને સાંભળી સૌ સાથે મળી દેશના સારા નાગરિક બની સમસ્યાઓ નિવારણ કરી શકીએ તેના ઉપાયો સમજાવ્યા હતા. સેવા સદનમાં બાળકોનો કલરવ ગુંજ્યો હતો. જીલ્લા કલેકટરના હસ્તે બાળકોને ચોકલેટ સાથે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.