મહીસાગર,લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951 ની કલમ-77 થી લોકસભા મતદાર વિભાગમાં પ્રત્યેક ઉમેદવાર માટે તેમનું નામ નિયુક્ત થાય તે તારીખથી ચૂંટણીનું પરિણામ જાહેર થાય બંને તારીખોનો સમાવેશ કરીને વચ્ચેના સમયગાળા દરમ્યાન રાજકીય પક્ષો અથવા ઉમેદવારો અને તેમના ધ્વારા અધિકૃત કરેલા ચૂંટણી એજન્ટે કરેલા તમામ ખર્ચના અલગ-અલગ સાચા હિસાબો રાખવા અને નિયત રાજીસ્ટરમાં નિભાવણી કરી નક્કી કરેલ અધિકારીઓ પાસે ચકાસણી કરવાનું નિયત થયેલ છે.
ભારતના ચૂંટણીપંચ ધ્વારા લોકસભા મતદાર વિભાગમાં દરેક ઉમેદવારે ચૂંટણીમાં રૂા.95,00,000/- (અંકે રૂપિયા પંચાણુ લાખ પુરા) સુધીની ખર્ચ મર્યાદા નક્કી થયેલ છે. ઉમેદવારો ધ્વારા થતાં વિવિધ પ્રકારના ખર્ચ માટે જુદી-જુદી વિગતો/આઈટમોના ભાવો નકકી કરવા માટે માન્ય રાજકીય પાર્ટીના હોદ્દેદારો સાથે તા. 12/03/2024 ના રોજ બેઠક યોજવામાં આવેલ હતી. બેઠકમાં થયેલ ચર્ચા/વિચારણા મુજબ વિવિધ ચીજ વસ્તુઓના ભાવો નકકી કરી આખરી કરવામાં આવેલ છે અને આખરી કરેલ ભાવો મહીસાગર જીલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે ઉપયોગમાં લેવા સર્વાનુમતે નક્કી કરી આખરી ઠરાવવામાં આવે છે.
આમ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે તમામ હરીફ ઉમેદવારો અને તમામ રાજકીય પક્ષોને આ નક્કી કરેલ ભાવ બંધનકર્તા રહેશે.