લોક્સભા સ્પીકરે વકફ બિલ પર જેપીસીની રચના કરી, મસૂદ અને ઓવૈસી સહિત ૩૧ સાંસદોનો સમાવેશ;

વક્ફ બિલ પર સ્પીકરે જેપીસીની રચના કરી છે. સ્પીકરે જેપીસીમાં ૩૧ સાંસદોનો સમાવેશ કર્યો છે. આ જેપીસીમાં લોક્સભાના ૨૧ અને રાજ્યસભાના ૧૦ સાંસદો હશે. જેપીસીમાં ઓવૈસી અને ઈમરાન મસૂદ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે, મોદી સરકારે ગઈ કાલે વકફ એક્ટ એમેન્ડમેન્ટ બિલને જેપીસીને મોકલ્યું હતું. સ્પીકરે આજે આ અંગે જેપીસીની રચના પણ કરી હતી. તેને હિન્દીમાં સંયુક્ત સંસદીય સમિતિ કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે તેમાં શાસક અને વિપક્ષ બંને પક્ષોના સાંસદો હશે. તમને જણાવી દઈએ કે આ દરમિયાન લોક્સભા અને રાજ્યસભાના બજેટ સત્રની કાર્યવાહી અનિશ્ર્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે જેપીસીમાં લોક્સભા અને રાજ્યસભા બંને ગૃહોના સાંસદો હાજર રહેશે અને તેમની સંખ્યા પણ સ્પીકર દ્વારા નક્કી કરવામાં આવે છે. વકફ એક્ટ અંગે સ્પીકર દ્વારા બનાવવામાં આવેલી જેપીસીમાં હાલમાં ૩૧ સભ્યોનો સમાવેશ થાય છે.એઆઇએમઆઇએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદ પણ આ જેપીસીમાં સામેલ છે. વકફ બિલ અંગે બનેલી જેપીસી નક્કી કરશે કે વકફ એક્ટમાં કયા ફેરફારો સાચા છે અને કયા ખોટા છે. ત્યારબાદ આ રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે. પરંતુ સરકાર જેપીસીની ભલામણો સ્વીકારવા બંધાયેલી નથી.

લોક્સભાના આ સભ્યોને સામેલ કરવામાં આવશે જગદંબિકા પાલ (ભાજપ) ,નિશિકાંત દુબે (ભાજપ),તેજસ્વી સૂર્યા (ભાજપ),અપરાજિતા સારંગી (ભાજપ),સંજય જયસ્વાલ (ભાજપ),દિલીપ સૈકિયા (ભાજપ),અભિજીત ગંગોપાયાય (ભાજપ).ડીકે અરુણા (ભાજપ),ગૌરવ ગોગોઈ (કોંગ્રેસ),ઈમરાન મસૂદ (કોંગ્રેસ),મોહમ્મદ જાવેદ (કોંગ્રેસ),મૌલાના મોહિબુલ્લા નદવી (સમાજવાદી પાર્ટી),કલ્યાણ બેનર્જી (TMC),એ. રાજા ડીએમકે.લવુ શ્રીકૃષ્ણ (ટીડીપી) ,દિલેશ્ર્વર કામત જદયુ.અરવિંદ સાવંત (શિવસેના-યુબીટી).

સુરેશ ગોપીનાથ મ્હાત્રે એનસીપી એસપી નરેશ ગણપત (શિવસેના) અરુણ ભારતી એલજેપી-રામ વિલાસ) અસદુદ્દીન ઓવૈસી એઆઇએમઆઇએમ છે જયારે રાજ્યસભામાંથી ૧૦ સભ્યો હશે લોક્સભાએ શુક્રવારે વકફ સુધારા બિલ પર વિચારણા કરવા માટે સંસદની સંયુક્ત સમિતિની રચના માટે ગૃહમાંથી ૨૧ સભ્યો અને રાજ્યસભામાંથી ૧૦ સભ્યોના નામાંકનની ભલામણ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. લોક્સભાના જે ૨૧ સભ્યોને આ સંયુક્ત સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટીના આઠ અને કોંગ્રેસના ત્રણ સાંસદોનો સમાવેશ થાય છે. સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ગૃહમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો જેને અવાજ મતથી મંજૂર કરવામાં આવ્યો હતો. લોક્સભાએ રાજ્યસભાને આ સંયુક્ત સમિતિ માટે ૧૦ સભ્યોની પસંદગી કરવા અને નીચલા ગૃહને જાણ કરવાની ભલામણ કરી છે