ચૂંટણી દરમિયાન SMS તથા સોશિયલ મિડીયા મારફત ફેલાતા ફેક ન્યૂઝ તથા આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતા ક્ધટેન્ટ પર નજર રાખવામાં આવશે.
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 દરમ્યાન SMS તથા સોશિયલ મિડીયા મારફત ફેક ન્યૂઝ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતા ક્ધટેન્ટ થકી ચૂંટણીનું વાતાવરણ ડહોળાય છે. માટે ચૂંટણી દરમિયાન SMS તથા સોશિયલ મિડીયાનો દુરૂપયોગ અટકાવવા સંબંધી મોનિટરીંગની કામગીરી માટે ખેડા જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષક ડો. દિવ્યા રવિયા જાડેજા, મુખ્ય મથક ખેડા-નડીઆદની નિમણૂંક કરવામાં આવી છે. તેઓનો મોબાઈલ નંબર.9978407661 છે. તેમ જીલ્લા પોલીસ અધિક્ષક, ખેડા-નડીઆદ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે