- જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનું પાલન થાય, ચૂંટણીને એક પર્વના રૂપે ઉજવવા તમામ મતદારોને અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી.
- 18 પંચમહાલ સંસદીય મતવિસ્તારમાં કુલ 18 લાખ 89 હજાર 945 મતદારો, 9 લાખ 63 હજાર 535 પુરુષ અને 9 લાખ 26 હજાર 380 સ્ત્રી મતદારો .
- 2109 મતદાન મથકો,1488 સેવા મતદારો,30 થર્ડ જેન્ડર મતદાર,13,588 દિવ્યાંગ મતદારો,85+ ઉંમરના 15,032 મતદારો.
ગોધરા,લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત થઈ છે. ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી આશિષ કુમારની અધ્યક્ષતામાં જિલ્લાના પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ સાથે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારીએ 18 પંચમહાલ સંસદીય મતવિસ્તાર અને આદર્શ આચાર સંહિતા અંતર્ગત માહિતી આપતા જણાવ્યું હતું કે, 05 જાન્યુઆરી 2024 પ્રસિદ્ધ થયેલ મતદાર યાદી મુજબ જિલ્લામાં કુલ 18 લાખ 89 હજાર 945 મતદારો છે. જેમાં 9 લાખ 63 હજાર 535 પુરુષ મતદારો તથા 9 લાખ 26 હજાર 380 સ્ત્રી મતદારો નોંધાયા છે.આ સાથે 1488 સેવા મતદારો,30 થર્ડ જેન્ડર મતદાર,13,588 દિવ્યાંગ મતદારો,15,032 મતદારો એવા છે કે જેમની 85 વર્ષથી વધુ ઉમર છે. 2109 મતદાન મથકોની સંખ્યા છે,632 ક્રિટીકલ મતદાન મથકો છે. જેના પર વેબ કાસ્ટિંગની સુવિધા ઉભી કરાશે તથા વિશેષ પોલીસ વ્યવસ્થા અને માઇક્રો ઓબ્ઝર્વર નિમણૂક કરાશે. જ્યારે જિલ્લામાં કુલ મતદાન મથકોના 50% મતદાન મથકો લાઇવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે જેની સંખ્યા 739 છે.જિલ્લામાં સાત એ.સી વાઈઝ કુલ 35 સખી મતદાન મથકો ઊભા કરાશે જે મહિલાઓ દ્વારા જ સંચાલિત કરાશે. 07 દિવ્યાંગ મતદાન મથકો ઊભા કરાશે,01 આદર્શ અને 01 યુથ મતદાન મથક નક્કી કરાશે.
જિલ્લા ચૂંટણી અધિકારીએ આદર્શ આચાર સંહિતાની વાત કરતા જણાવ્યું કે, આજથી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે જે અંતર્ગત 24 કલાકમાં સરકારી મિલકતોમાં વિવિધ જાહેરાતો દૂર કરાશે. 48 કલાકમાં દરેક જાહેર સ્થળ પરથી સરકારી પ્રચાર પ્રસાર દૂર કરાશે અને આગામી 72 કલાક દરમિયાન ખાનગી સ્થળો ખાતેથી જાહેરાતોને દૂર કરાશે. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ તમામને સમાન તક મળે,પારદર્શિતા જળવાઈ રહે તે મુજબનું આયોજન કરાશે. તેમણે કહ્યું કે, આચાર સંહિતામાં નાણાકીય ગ્રાન્ટ, નવા વચનોની જાહેરાત નહિ કરી શકાય, વિવેકાધિન ફંડમાંથી કોઈ ચુકવણું નહીં થાય, નવા ખાતમુર્હુત અને લોકાર્પણ નહિ કરી શકાય.
તેમણે વધુમાં જણાવ્યું કે,જિલ્લામાં કુલ 19 નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ છે,45 ફ્લાઈંગ સ્કવોડની ટીમો કાર્યરત કરાઇ છે. સભા, સરઘસ વગેરે માટે 17 વિડીયો સર્વેલન્સ ટીમની નિમણૂક કરાઈ છે. મીડિયા મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે. સી- વીજીલ એપ અંગે માહિતી આપી હતી. આ સાથે આવતીકાલે પ્રથમ રેન્ડેમાઈઝેશન કરાશે. તેમણે કહ્યું કે ચૂંટણીની ગાઇડલાઈન પ્રમાણે તંત્ર સજાગ છે.
ચૂંટણીલક્ષી કોઇપણ માહિતી કે કોઇપણ ફરિયાદ બાબતે 24સ7 કાર્ય2ત ક્ધટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે.જેનો હેલ્પલાઇન નંબર 1950 છે તથા જિલ્લામાં ફરિયાદ નિવારણ કક્ષ કાર્ય2ત કરાયો છે. ચૂટણી અધિકારી દ્વારા ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. આ સાથે ટોલ ફ્રી નંબર 1800-233-2016 પર નાગરિકો આચાર સંહિતાના ભંગ બદલ ફરિયાદ કરી શકે છે.
જિલ્લા ચૂંટણી અધિકારીએ પંચમહાલ સંસદીય મતવિસ્તારના તમામ મતદારોને ચૂંટણીને એક પર્વના રૂપે ઉજવવા અપીલ કરી હતી તથા વધુમાં વધુ મતદારો પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરે તે માટે આહવાન કર્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.પી.કે.ડામોર સહિત જિલ્લાના પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ સંસદીય મતવિસ્તારની વાત કરીએ 119-ઠાસરામાં 2 લાખ 73 હજાર 35 મતદારો,121 બાલાસિનોરમાં 2 લાખ 91 હજાર 245 મતદારો, 122 લુણાવાડામાં 2 લાખ 90 હજાર 940 મતદારો, 124 શહેરામાં 2 લાખ 62 હજાર 648 મતદારો,125 મોરવા હડફમાં 2 લાખ 29 હજાર 571 મતદારો,126 ગોધરામાં 2 લાખ 81 હજાર 32 મતદારો,127 કાલોલમાં 2 લાખ 61 હજાર 474 મતદારો 05 જાન્યુઆરીની યાદી મુજબ નોંધાયા છે.
- ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવાની તારીખ 12/04/2024
- ઉમેદવારી પત્રો રજુ ક2વાની છેલ્લી તારીખ 19/04/2024
- ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ 20/04/2024
- ઉમેદવારી પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22/04/2024
- મતદાનની તારીખ 07/05/2024
- મતગણતરીની તારીખ 04/06/2024
- ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ 06/06/2024