લોકસભા સામાન્ય ચૂંટણી 2024: આજે 17- ખેડા લોકસભા બેઠક માટે 06 ઉમેદવારો દ્વારા કુલ 08 ફોર્મ ભરવામાં આવ્યા

નડિયાદ,લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 17 – ખેડા લોકસભા બેઠક માટે તા. 7મી મે 2024ના રોજ મતદાન થનાર છે. જે અન્વયે આજે તા. 18-04-2024 ને ગુરૂવારના રોજ ખેડા લોકસભા બેઠક પર 06 ઉમેદવારો દ્વારા કુલ 08 ફોર્મ ભરવામાં આવ્યા છે.

17- ખેડા લોકસભા બેઠક પરથી કાળુસિંહ ડાભીએ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી 3 ફોર્મ, કમલેશભાઈ પોપટભાઈ પટેલે ભારતીય જન પરિષદમાંથી, હિતેશકુમાર પરસોતમભાઈ પરમારે અપક્ષમાંથી, ઈન્દિરાદેવી હિરાલાલ વોરાએ ગરીબ કલ્યાણ પાર્ટીમાંથી, ઈમરાનભાઈ બિલાલભાઈ વાંકાવાલાએ રાઈટ ટુ રીકોલ પાર્ટીમાંથી અને અપૂર્વ પટેલે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે.

નોંધનીય છે કે, જીલ્લામાં 17- ખેડા લોકસભા બેઠક માટે તા. 12/04/2024 થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ગઈ છે અને ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા. 19/04/2024 છે. વધુમાં તા. 20/04/2024ના રોજ ઉમેદવારી પત્રો ચકાસણી કરવામાં આવનાર છે અને ઉમેદવારી પત્રક પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22/04/2024 છે.