- કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન બાદ ઈવીએમ (BU) અને વીવીપેટ(CU) ની વિધાનસભા બેઠક દીઠ ફાળવણી કરાશે.
- 6 વિધાનસભા મત વિસ્તારમાં કુલ 1672 મતદાન મથક માટે ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દ્વારા 4176 ઈવીએમ (BU) અને 2255 (CU) વીવીપેટની ફાળવણી સંપન્ન થશે.
દાહોદ,લોકસભાની ચૂંટણીને લઈને જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી છે. મતદાનના દિવસે કોઈ પણ બૂથ પર વોટીંગની સમસ્યા ન સર્જાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્રએ આગોતરૂ આયોજન કર્યું છે. જીલ્લા સેવા સદન ખાતે જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે ની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. દાહોદ જીલ્લાની 6 વિધાનસભાઓમાં કુલ 1672 મતદાન મથક માટે ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દ્વારા 4176 ઈવીએમ અને 2255 વીવીપેટની ફાળવણી કરવામાં આવશે.
ચૂંટણી તંત્ર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં (EMS) સોફ્ટવેરની મદદથી રેન્ડમાઈઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેની યાદી પણ તમામ પક્ષને તંત્ર દ્વારા સોંપવામાં આવી હતી. રેન્ડમાઈઝ કરાયેલાં ઈવીએમ જીલ્લાની તમામ વિધાનસભાઓના એ.આર.ઓ.ને સુપરત કરવામાં આવશે, તેમજ આ ઈવીએમ જે-તે વિધાનસભાના નિયત અધિકારીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવશે.
જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે એ જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી તા.7 મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. જેમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આજે ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયું છે રેન્ડમાઈઝડ ઈવીએમની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી છે. દાહોદ જીલ્લાના ચૂંટણી તંત્રના ઈવીએમ-વીવીપેટ વેરહાઉસ ખાતે સંગ્રહિત તમામ ઈવીએમ મશીન એફએલસી ચેકિંગ થયેલા છે. રેન્ડમાઇઝડ ઈવીએમ જીલ્લાની વિધાનસભા મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓ-ARO ને સોપવામાં આવશે. જયાં અછઘ દ્વારા વિધાનસભા મત વિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ ઈવીએમ રાખવામાં આવશે. ચૂંટણી તંત્ર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં (EMS) સોફ્ટવેરની મદદથી રેન્ડમાઈઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. હવે વિધાનસભા બેઠક કક્ષાએ દ્વિતીય રેન્ડમાઈઝેશન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરાઈઝડ રેન્ડેમાઈઝેશન દ્વારા દાહોદ લોકસભા બેઠક હેઠળની 06 વિધાનસભા બેઠકોમાં 1672 મતદાન મથકો ખાતે મૂકવા માટેના ઈવીએમ અને વીવીપેટની ફાળવણી થશે. તમામ વિધાનસભા બેઠકોમાં તેમને ફાળવવામાં આવેલા મતદાન યંત્રો-વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સી.સી.ટીવી કેમેરા સાથે સ્ટ્રોન્ગ રૂમ્સ ઉભા કરવામાં આવ્યા છે.
ઈવીએમમાં બેલેટ યુનિટ અને ક્ધટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દરમિયાન ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના 125 ટકા લેખે BU- બેલેટ યુનિટ, 125 ટકા લેખે CU- ક્ધટ્રોલ યુનિટ અને 135 ટકા વીવીપેટ તકેદારીના રૂપમાં ફાળવણી થશે. 1672 મતદાન મથકો માટે ઉપરોક્ત ધારાધોરણ પ્રમાણે બેલેટ યુનિટ્સ-ક્ધટ્રોલ યુનિટ્સ અને વીવીપેટની ફાળવણી કરાશે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન બાદ સશસ્ત્ર પોલીસ સુરક્ષા હેઠળ તારીખ:-08/04/2024 ના રોજ જીલ્લાના સંબધિત એઆરઓને ઈવીએમની સોંપણી કરવામાં આવશે. મતદાનની તારીખ પૂર્વે દરેક વિધાનસભા બેઠકને ફાળવવામાં આવેલા કુલ ઈવીએમ અને વીવીપેટનું ફરીથી સેક્ધડ રેન્ડમાઈઝેશન કરાશે અને તેના આધારે ક્યા નંબરનું યંત્ર ક્યા મતદાન મથકે જશે તે નિર્ધારિત કરાશે.
આ વેળા એ પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, અમોલ આવટે, સંખ્યાધિક અધિક કલેકટર જયેશ ઉપાધ્યાય, નાયબ જીલ્લા ચુંટણી અધિકારી હેતલબેન ,મદદનીશ ચુંટણી અધિકારી નીલાંજસા રાજપૂત, મદદનીશ ચુંટણી અધિકારી મીતેશ વસાવા, મદદનીશ ચુંટણી અધિકારી જ્યોતિબા ગોહિલ, મદદનીશ ચુંટણી અધિકારી બી.જી. નિનામા, મદદનીશ ચુંટણી અધિકારી એ.કે.ભાટીયા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સકીનાબેન, નાયબ જીલ્લા વિકાસ અધિકારી રાઠવા, મામલતદાર કે.કે.વાળા ઉપરાંત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.