લોક્સભાની કચ્છ બેઠક પર ફરીવાર કમળ ખીલ્યું, વિનોદ ચાવડાની ૨.૪૦ લાખની સરસાઈથી જીત

લોક્સભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે જેમાં ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ ફરી જીત હાંસલ કરી છે આ વખતે પણ જનતાએ વિનોદ ચાવડા પર પોતાનો વિશ્વાસ બતાવ્યો છે. કચ્છની લોક્સભા બેઠક પર કમળની શાનદાર જીત થઈ છે.

ગુજરાતની લોક્સભા બેઠકોમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી અને પ્રથમ ક્રમાંક્તિ કચ્છની લોક્સભા બેઠક ૧૯૯૬થી ભાજપનો ગઢ રહી છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી મોટી લોક્સભા અને ગુજરાતમાં ૨૬ સીટ પૈકીના પ્રથમ ક્રમમાં આવેલી કચ્છની બેઠક આમ તો વર્ષ ૧૯૯૬થી ભાજપના જ કબ્જામાં રહી છે. કચ્છની બેઠક પર છેલ્લાં બે ટર્મથી સાંસદ તરીકે વિનોદ ચાવડા ચૂંટાતા આવ્યા છે. આ વખતે પણ ભાજપે વિનોદ ચાવડાને મેદાનમાં ઉતાર્યા હતા અને તેની સામે વિપક્ષમાં કોંગ્રેસે નીતિશ લાલનને ટિકિટ આપી હતી.

વર્ષ ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં આ વખતે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની શાનદાર જીત થઈ છે. પરંતુ રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બનાવના પગલે ક્યાંય પણ વિજય સરઘસ જોવા મળશે નહીં. પાછલા ૧૦ વર્ષોની વાત કરીએ તો ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડા સતત ૨ ટર્મથી જીતતા આવ્યા છે. આ જોતા કહી શકાય કે આ વર્ષે એટલે કે ૨૦૨૪માં પણ જનતાએ વિનોદ ચાવડા પર પોતાનો વિશ્વાસ બતાવ્યો છે.

ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને ૫,૭૨,૪૮૮ ટોટલ મત મળ્યા છે. તેમજ વિપક્ષ ઉમેદવાર નીતેશ લાલનને ૩,૩૩,૪૬૦ મત મળ્યા છે. વિનોદ ચાવડાએ ૨.૪૦ લાખના માર્જીનથી જીત મેળવી છે.