લોક્સભાની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીને ઝટકો, પ્રદેશ ઉપાધ્યક્ષે રાજીનામું આપ્યું

દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે અને આ માટે ગુજરાતમાં દરેક પાર્ટીએ તૈયારી શરુ કરી દીધી છે ત્યારે આમ આદમી પાર્ટીને મોટો ઝટક લાગ્યો છે. પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષે રાજીનામું આપી દીધુ છે. 

રાજ્યમાં દિયોદર બેઠક પરથી આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભા ચૂંટણી લડેલા પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ રાજીનામું પાર્ટીના પ્રભારીને આપી દીધુ હતું. આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સતત ભેમાભાઈની અવગણના થતી હોવાના આક્ષેપ ભેમાભાઈએ કર્યા છે, તેમજ ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે શરૂ થયેલી પાર્ટી હવે મુદ્દાઓથી વિમુખ થતી હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું. ગુજરાતમાં 2012થી અત્યારસુધી પાર્ટીનું ઉભી કરવામાં ભેમાભાઈનો સિંહફાળો રહી ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલાજ ભેમાભાઈના રાજીનામાંથી પાર્ટીને નુકસાનની ભિતી સેવાઈ રહી છે. બનાસકાંઠા આમ આદમી પાર્ટીનો મોટો ચહેરો ગણાતા ભેમાભાઈના રાજીનામાંથી રાજકીય હડકંપ મચી ગયો છે.