નવીદિલ્હી, માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર નજીવો વધીને ૦.૫ ટકા થયો છે, જે અગાઉના મહિનામાં ૦.૨ ટકા હતો. સરકાર દ્વારા સોમવારે આ સંબંધિત ડેટા જાહેર કરવામાં આવ્યા હતા. સોમવારે જાહેર કરાયેલા વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, માર્ચમાં વાર્ષિક ધોરણે જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો વધીને ૦.૫૩ ટકા થયો હતો, જે ફેબ્રુઆરીમાં ૦.૨૦ ટકા હતો.
ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ડુંગળીના ભાવમાં ૨૯.૨૨ ટકાનો વધારો થયો હતો, જે માર્ચમાં ૫૬.૯૯ ટકા વયો હતો. આગામી ખરીફ પાકની લણણી સુધી ભારતમાં ડુંગળીના પુરવઠામાં મોટી અછતનો સામનો કરવો પડી શકે છે.
દરમિયાન, બટાટાનો જથ્થાબંધ ભાવાંક ફેબ્રુઆરીમાં ૧૫.૩૪ ટકાની સરખામણીએ માર્ચમાં ૫૨.૯૬ ટકા વયો હતો. આંકડા મુજબ, એક વર્ષ પહેલા માર્ચ મહિનામાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં ૩૬.૮૩ ટકા અને બટાકાના ભાવમાં ૨૫.૫૯ ટકાનો ઘટાડો થયો હતો.