અમદાવાદ અમદાવાદ શહેર પોલીસ તંત્રમાં ધરખમ ફરેફારો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે આજે મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ પોલીસ તંત્રના ઇતિહાસમાં એક સાથે ૧૪૭૨ પોલીસ કર્મચારીઓની બદલી કરી છે.જેમાં ખાસ કરીને ઘણા પોલીસ કર્મચારીઓ પોતાની બદલીની રાહ જોઈ રહ્યા હતા.
તો ઘણા એવા પોલીસ કર્મચારી હતા, જે જમાવીને બેઠા હતા. તે તમામની પ્રથમ તબક્કામાં બદલી કરવામાં આવી છે. પીએસઆઇ,પીઆઇ બાદ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઇની મોટાપાયે બદલી કરવામાં આવી છે અને આવનારા સમયમાં હજી વધુ બદલી કરવામાં આવશે તે નક્કી છે.
લોક્સભા ચૂંટણી પહેલા અમદાવાદમાં પોલીસ કર્મચારીઓની મોટાપાયે બદલીના આદેશ કરાયા છે. આ આદેશમાં ૧૪૭૨ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. ૬ વર્ષથી એક જ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. ૭ દિવસમાં તમામને બદલી વાળી જગ્યા પર હાજર થવા આદેશ કર્યો છે.મહત્વની વાત તો એ છે કે,અગાઉ પણ અમદાવાદ પોલીસ કમિશનરે પોલીસ કોન્સ્ટેબલની બદલીના આદેશ કર્યા છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી,એસ,મલિકે અગાઉ ૯ નવેમ્બર ૨૦૨૩ના રોજ પણ એક સાથે ૧૧૨૪ પોલીસ કર્મીઓની બદલી કરી હતી.ત્યારે ૭ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી.