લોક્સભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સપ્ટેમ્બરમાં ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે જશે

લોક્સભામાં વિપક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધી સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. વિપક્ષના નેતા બન્યા બાદ આ તેમનો પ્રથમ વિદેશ પ્રવાસ હશે. કોંગ્રેસ વિભાગ ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ આ માહિતી આપી હતી.

સામ પિત્રોડાનું કહેવું છે કે ’રાહુલ ગાંધી મુલાકાત દરમિયાન દ્ગઇૈં, વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ, નેતાઓ, મીડિયા, ટેકનોક્રેટ અને અન્ય ઘણી હસ્તીઓ સાથે વાતચીત કરશે.’ પિત્રોડાના જણાવ્યા મુજબ, જ્યારથી રાહુલ ગાંધી વિપક્ષના નેતા બન્યા છે ત્યારથી તેમની પાસે ભારતીય મૂળના લોકો, રાજદ્વારીઓ, શિક્ષણવિદો, નેતાઓ, ઉદ્યોગપતિઓ, આંતરરાષ્ટ્રીય મીડિયા તરફથી મોટા પાયે વિનંતીઓ મળી રહી છે કે તેઓ રાહુલ ગાંધી સાથે વાત કરવા માંગે છે. તેને યાનમાં રાખીને આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.’

રાહુલ ગાંધી ૮ સપ્ટેમ્બરથી ૧૦ સપ્ટેમ્બર સુધી અમેરિકામાં રહેશે. જ્યાં તેઓ ૮ સપ્ટેમ્બરે ડલાસ અને ૯ અને ૧૦ સપ્ટેમ્બરે વોશિંગ્ટન ડીસીમાં રહેશે. ડલાસ ખાતે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને ભારતીય સમુદાયના લોકોને મળશે. કોંગ્રેસે આ દરમિયાન ટેકનિકલ નિષ્ણાતો સાથે એક મોટી સમુદાયની બેઠક યોજવાનું પણ આયોજન કર્યું છે, જ્યારે રાહુલ ડલાસના નેતાઓ સાથે ડિનર કરશે. વોશિંગ્ટન ડીસીમાં રાહુલ થિંક ટેક્ધ અને નેશનલ પ્રેસ ક્લબ સહિત વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરશે.