મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં એનડીએ સરકારની રચનાની પ્રક્રિયા ઝડપી બની છે. દરમિયાન સાથી પક્ષોએ પણ મંત્રીપદ માટે ભાજપ પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેડીયુ અને ટીડીપી જેવી પાર્ટીઓએ ઘણા મંત્રાલયોની માગ કરી છે. હવે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા રામદાસ અઠવલે (આરપીઆઇ એ )ના સાંસદ રામદાસ આઠવલેએ પણ નવી સરકારમાં કેબિનેટમાં સ્થાન મેળવવાની માગ કરી છે. નોંધનીય વાત એ છે કે અઠવલેની પાર્ટીનો લોક્સભામાં કોઈ સાંસદ નથી અને તેઓ પોતે આરપીઆઇના એકમાત્ર રાજ્યસભા સાંસદ છે.
એક ખાનગી માયમ સાથે આઠવલેએ કહ્યું, ‘રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા બાબા સાહેબ આંબેડકરની પાર્ટી છે. મોદીજીએ આંબેડકરજી અને બંધારણને બચાવવા માટે ઘણું કામ કર્યું છે. તેથી અમારી આ સમયે માગ છે કે હું સતત ૮ વર્ષથી રાજ્યકક્ષાનો મંત્રી છું, મારી પાર્ટી દેશભરમાં કામ કરે છે. મારી પાર્ટી સંપૂર્ણ ઈમાનદારી સાથે એનડીએ સાથે રહી છે. મહારાષ્ટ્રમાં અમે એકપણ સીટ લડ્યા વિના એનડીએને સમર્થન આપ્યું હતું. આ સમયે મને કેબિનેટ મંત્રી પદ મળવું જોઈએ અને તેમાં સામાજિક ન્યાય મળે તો ઘણું સારું. આ સિવાય શ્રમ મંત્રાલય કે લઘુમતી મંત્રાલય મળે તો પણ સારું છે.
અઠવલેએ વધુમાં કહ્યું કે, ‘જો અમને કેબિનેટ મંત્રાલય મળે તો દલિત સમાજમાં સારું વાતાવરણ ઊભું થઈ શકે છે. દેવેન્દ્ર ફડણવીસે પણ મને વચન આપ્યું હતું કે અમે તમને એક પણ સીટ આપવા સક્ષમ નથી પરંતુ તમે કેબિનેટ મંત્રી પદ માટે ચોક્કસ પ્રયાસ કરશો. તેમણે અમને એવી ખાતરી આપી હતી.
અઠવલેએ કહ્યું કે, ‘અત્યાર સુધી હું બીજેપી નેતાઓ સાથે વાત કરી શક્યો નથી હવે હું અમિત શાહ અને જેપી નડ્ડાને મળીશ. જો મહારાષ્ટ્રના નેતાઓની ભલામણ હોય તો મને મંત્રીપદ મળી શકે કદાચ શિવસેના અને એનસીપી વચ્ચેના ભાગલાને કારણે શિવસેનાને યુબીટી અને શરદ પવારની પાર્ટી પ્રત્યે સહાનુભૂતિ મળી.