- સંજેલી અને સીગવડના કોંગ્રેસ,આપ અને બી.ટી.પીના 200 જેટલા કાર્યકરો ભાજપમા જોડાયા.
દાહોદ,દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના દાસા ખાતે જશવંતસિંહ ભાભોરના નિવાસસ્થાન સ્થાને સંજેલી અને સીગવડ તાલુકાના કોંગ્રેસ, આપ અને બી.ટી.પીના 200 જેટલા કાર્યકરો ભાજપમા જોડાયા હતા. સાસંદ જશવતસિહ ભાભોરે તમામ કાર્યકર્તાઓને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે દાહોદ લોકસભા બેઠકના સાંસદ અને ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના નિવાસસ્થાન દાસા ખાતે આજે સીગવડ અને સંજેલી ગામના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને બી.ટી.પી. ના કાર્યકર્તાઓ સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા.સાંસદ જશવંતસિંહ ભાભોરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ બી.ટી.પી. ના કાર્યકર્તાઓને ભાજપની ટોપી અને ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યારે દાહોદ જીલ્લામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા જ તૂટી રહી છે ત્યારે ભાજપનો ગઢ ગણાતી દાહોદ લોકસભા બેઠકને કબજે કરવી ઇન્ડિયા માટે કપડા ચલણ હોય તેમ લાગી રહ્યું છે. આગામી દિવસોમાં કોંગ્રેસ અને આપ પાર્ટીથી નારાજ વધુ કેટલા કાર્યકર્તાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓ હાલ જોવાઇ રહી છે.કોંગ્રેસ, આપ અને બી.ટી.પી માથી ચારેલ મોહનભાઈ લાલસીંગભાઇ, આમ આદમી પાર્ટી દાહોદ જીલ્લાના ઉપપ્રમુખ, ડામોર વિનોદભાઈ પારસીંગભાઇ (બીટીપી), બારીયા મહર્ષિ શામજીભાઈ (કોંગ્રેસ), રજાત વીરસીંગભાઇ કાળુભાઈ (કોંગ્રેસ), ભેદી જેન્તીભાઈ વાલસીંગભાઇ (કોંગ્રેસ), ચારેલ કિશોરભાઈ ગલાલભાઈ (આપ), રાવત હિંમતભાઈ ચુનીલાલ (કોંગ્રેસ), તડવી સરદારભાઈ લલ્લુભાઈ (કોંગ્રેસ) સહિત 200 થી વધુ કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. જેનાં લોકસભાની ચૂંટણી પહેલા આપ ને મોટો ઝટકો લાગ્યો છે, આમ આદમી પાર્ટીના દાહોદ જીલ્લા ઉપપ્રમુખ મોહન ચારેલે આપ છોડીને ભાજપનો ભગવો ધારણ કરતા રાજકારણ ગરમાવો આવ્યો છે, ત્યારે ઈન્ડિયા ગઠબંધન ના ઉમેદવારને ચૂંટણી ટાણે જ કાર્યકર્તાઓ પાર્ટીને રામ રામ કરતા ચૂંટણીના ચઢાણ કપરા લાગી રહ્યા છે.