નવીદિલ્હી, ભારતીય ચૂંટણી પંચ એ રાજ્યોને અનુરોધ કર્યો છે કે ચૂંટણી પહેલા નીતિ મુજબ જિલ્લામાંથી બદલી કરાયેલા અધિકારીઓને તે જ સંસદીય મતવિસ્તારના કોઈપણ જિલ્લામાં નિયુક્તિ કરવામાં ન આવે. ચૂંટણી પંચ દ્વારા એવી ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરાયો છે જે રાજ્ય સરકારો દ્વારા છટકબારીઓ કરવામાં આવતી હોય. રાજ્ય સરકારોએ અધિકારીઓને એ જ સંસદીય મતવિસ્તારના નજીકના જિલ્લાઓમાં બદલી કરી હતી એવા મુદ્દાઓ પર ગંભીરતાપૂર્વક ધ્યાને લીધા બાદ ચૂંટણી અધિકારીઓ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
ચૂંટણી પંચની નીતિ મુજબ, તમામ અધિકારીઓ કે જેઓ તેમના ગૃહ જિલ્લામાં પોસ્ટેડ હતા અથવા એક જ જગ્યાએ ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા કોઈપણ અધિકારીઓ ઉમેદવાર માટે કામ ન કરે તેની ખાતરી સુનિશ્ચિત કરવા લોક્સભા અથવા વિધાનસભાની ચૂંટણી પહેલા બદલી કરવામાં આવે છે. અધિકારીઓ પક્ષની તરફેણમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડમાં અવરોધ ન બનાવો. પંચે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અધિકારીઓ ચૂંટણી વખતે અવરોધો ઉભા ન કરી શકે.
ચૂંટણી પંચે કહ્યું છે કે, “બે સંસદીય મતવિસ્તારો ધરાવતા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સિવાયના તમામ રાજ્યો એ સુનિશ્ચિત કરે કે, જે અધિકારીઓની જિલ્લાની બહાર બદલી કરવામાં આવી છે તેમની નિમણૂક તે જ સંસદીય મતવિસ્તારમાં કરવામાં નહીં આવે.” મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની આગેવાની હેઠળના ચૂંટણી પંચે રાજ્યોને કહ્યું છે કે, નીતિનું પાલન કરવું જોઈએ અને તે માત્ર દેખાડો ન હોવો જોઈએ.