રાયપુર, રાયપુરની આર્થિક અપરાધ શાખાએ છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ વિરુદ્ધ મહાદેવ એપ કેસમાં બઘેલ અને અન્ય લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. આઈપીસીની કલમ ૧૨૦મ્, ૩૪, ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮ અને ૪૭૧ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂપેશ બઘેલ અને અન્ય ૨૧ લોકો વિરુદ્ધ ૪ માર્ચે કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલો લોક્સભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા માટે ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે.
પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ વિરુદ્ધ પોલીસ એફઆઈઆરમાં, તેના પર છેતરપિંડી, ગુનાહિત કાવતરું, વિશ્ર્વાસનો ભંગ અને બનાવટી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૭ અને ૧૧ સંબંધિત આઇપીસીની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.