ગોધરા,આગામી લોકસભાની ચૂંટણીને લઈને જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે પંચમહાલ લોકસભા બેઠક પર યોજનાર ચૂંટણી પ્રક્રિયામાં નિમણૂક પામેલા 400 ઉપરાંત માઈક્રો ઓબ્ઝર્વરોને ગોધરાના બીઆરજીએફ હોલ ખાતે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના તાલીમ અધિકારી દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
પંચમહાલ લોકસભા બેઠક પર આગામી 7 મેના રોજ યોજનાર ચૂંટણીને લઈને લોકસભા બેઠક પર કુલ 400 થી વધુ માઇક્રો ઓબ્ઝર્વરોની નિમણૂક કરવામાં આવી છે. જે ઓબ્ઝર્વરોને મતદાનના દિવસે ચકાસવાની થતી નાનામાં નાની બાબતો અંગેની તાલીમ ગોધરાના બી.આર.જી.એફ. હોલ ખાતે યોજવામાં આવી હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના તાલીમ અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા ઉપસ્થિત તમામ માઈક્રો ઓબ્ઝર્વરોને મતદાનના દિવસે મતદાન શરૂ થતા પહેલા, મતદાન ના સમયગાળા દરમિયાન અને મતદાન પૂર્ણ થયા બાદ માઇક્રો ઓબ્ઝર્વરો દ્વારા ચકાસવાની થતી તમામ બાબતો અંગેની વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. જેમાં મતદાન શરૂ થતા પહેલા મોક પોલ, મતદાનના સમય દરમિયાન શિફ્ટ થયેલા અને મૃત્યુ પામેલા મતદારોની યાદી જે પહેલાથી જ આપવામાં આવી છે. તેની ચકાસણી કરવી, બુથ પ્રમાણે આપવામાં આવેલી મતદાર યાદીની ચકાસણી કરવી જેવી બાબતોની ચકાસણી વખતે રાખવાની થતી તકેદારી અંગેની તાલીમ આપવામાં આવી હતી.