ચૂંટણી પંચ માહિતીને ઓનલાઈન અપડેટ કરશે અને રાજકીય પક્ષોના ચૂંટણી એજન્ટો પણ દરેક રાઉન્ડમાં થયેલા મતદાનનો ડેટા પક્ષને આપશે.
એક્ઝિટ પોલ બાદ હવે તમામની નજર મત ગણતરી પર છે. ભાજપ તમામ સાત બેઠકો પોતાની તરફેણમાં આવવાની સંભાવના વ્યક્ત કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન હજુ પણ નિરાશ નથી. તેમને સર્વેમાં ઓછો અને મત ગણતરીમાં વધુ વિશ્ર્વાસ છે. આથી હવે રાજકીય પક્ષો એક દિવસ પછી યોજાનારી મતગણતરી પર ચાંપતી નજર રાખી રહ્યા છે. મતગણતરી કેન્દ્ર પર સુસજ્જ ટીમ તૈનાત કરવાની વ્યૂહરચના પણ તૈયાર કરવામાં આવી છે. રાજકીય પક્ષોએ ચૂંટણી એજન્ટોને સવારે પાંચ વાગ્યે મતગણતરી કેન્દ્ર પર પહોંચી જવા સૂચના આપી છે. તેમને મતગણતરી પર નજર રાખવાની સલાહ સાથે ખાસ ટ્રિક્સ શીખવવામાં આવી છે.
લોકશાહીના સૌથી મોટા તહેવારમાં જીત કે હારનો નિર્ણય ૪ જૂને લેવાનો છે. સવારે ૧૦ વાગ્યાથી લોકોને જીત-હારનો ટ્રેન્ડ મળવા લાગશે. ચૂંટણી પંચ માહિતીને ઓનલાઈન અપડેટ કરશે અને રાજકીય પક્ષોના ચૂંટણી એજન્ટો પણ દરેક રાઉન્ડમાં થયેલા મતદાનનો ડેટા પક્ષને આપશે. સમગ્ર મતગણતરી પ્રક્રિયાની દેખરેખ રાખશે. તરફેણમાં અને વિરૂદ્ધમાં પડેલા મતોની ગણતરી કરશે. તેમની હાજરીમાં છફસ્ મશીનોની ચકાસણી કરવામાં આવશે.
દરેક લોક્સભા મતવિસ્તારના મતગણતરી કેન્દ્ર પર લગભગ ૯૦ ચૂંટણી એજન્ટોની ટીમ તૈયાર કરવામાં આવી છે. તેઓને વિવિધ એસેમ્બલી માટે ગોઠવવામાં આવેલા ટેબલ પર તૈનાત કરવામાં આવશે. જો મત ગણતરી દરમિયાન ઈફસ્ બગડે છે અથવા વીવીપીએટી સ્લિપમાં કોઈ વિસંગતતા જોવા મળે છે, તો તેઓ ચૂંટણી પંચના અધિકારીને જાણ કરશે. રાજકીય નિષ્ણાતોના મતે ૭૫ ટકા ચૂંટણી એજન્ટો વૃદ્ધ હશે. કારણ કે તેમને મત ગણતરીનો અનુભવ છે. આ ઉપરાંત દરેક ઉમેદવાર મતગણતરી કેન્દ્ર પર તેમના નજીકના લોકોને પણ તૈનાત કરશે જે દરેક ટેબલ પર પહોંચીને વોચ રાખશે.
૪ જૂને સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આ પહેલા ગણતરીના નિરીક્ષકો અને મદદનીશો દ્વારા તૈયારીઓ કરવામાં આવશે. રાજકીય કાર્યકરો સવારે પાંચ વાગ્યે કેન્દ્ર પર પહોંચી જશે. જ્યાં ચૂંટણી અધિકારી દરેકને માર્ગદર્શન આપશે. એજન્ટની તમામ શંકાઓનું નિરાકરણ કરશે. આ પછી તેમને ટેબલ પર મોકલવામાં આવશે જ્યાં મત ગણતરી થવાની છે. મોબાઈલ સહિત તમામ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને મંજૂરી આપવામાં આવશે નહીં. ઈવીએમ પછી વીવીપીએટી સ્લિપની ગણતરી કરવામાં આવશે. દરેક રાઉન્ડના મતોની ગણતરી બાદ નિરીક્ષકો અને ઉમેદવારોના એજન્ટો તેમની સંમતિ અને સહી આપશે. ત્યારબાદ રિટનગ ઓફિસર સહી કરશે. ફરજિયાત વીલીપીએટી વેરિફિકેશન કરવામાં આવશે. જો વીવીપીએટી અને ઈવીએમની ગણતરીમાં તફાવત હશે તો ફરીથી ગણતરી કરવામાં આવશે. જો ડેટામાં કોઈ મેળ ન હોય તો, વીવીપીએટી સ્લિપની ગણતરી માન્ય રહેશે. મતગણતરીને લઇને ઉમેદવારો પણ હાલમાં ચિંતામાં છે કેટલાક ઉમેદવારોએ તો ભગવાનનું શરૂ લીધું છે.ચુંટણીના પરિણામ બપોર સુધીમાં સ્પષ્ટ થઇ જશે