લોકસભા ચુંટણીને લઈ ગરબાડાની મીનાકયાર બોર્ડરે વાહનોનું લોકસભા ચુંટણીને લઈ ગરબાડાની મીનાકયાર બોર્ડરે વાહનોનું સધન ચેકીંગ

દાહોદ,દાહોદ જીલ્લામાં લોકસભાની ચુંટણીને ધ્યાનમાં લઈ મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર પર પોલીસની ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ગતરોજ ગરબાડાની મીનાક્યાર બોર્ડર પર આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જીલ્લાની તમામ બોર્ડરો ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

લોકસભાની ચુંટણીનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 07 મેના રોજ મતદાન થવાનું છે. લોકસભાની ચુંટણીને લઈને દાહોદ જીલ્લા પોલીસ દ્વારા જીલ્લાની તમામ આંતર રાજ્ય બોર્ડરો સીલ કરી દેવામાં આવી છે. ત્યારે ગતરોજ રાત્રીના સમયે ગરબાડા પોલીસ દ્વારા ગરબાડા નજીક મીનાક્યાર ચેકપોસ્ટ ઉપર આવતાં જતાં તમામ નાના મોટા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ગરબાડા પોલીસ દ્વારા મિનાક્યાર ચેકપોસ્ટ ઉપર હાજર પોલીસ જવાનો તેમજ એસએસટી ટીમને ગુજરાતમાં તથા મધ્યપ્રદેશ રાજ્યમાં પ્રવેશ કરતાં તમામ પ્રકારના વાહનોની ઝીણવટભરી ચકાસણી કરવા તથા તેમાં શું માલ ભરેલો છે, તેની તપાસ કરવા તેમજ ખાસ કરીને વિદેશી દારૂ, નશીલા પદાર્થો તેમજ રોકડ નાણાંકીય હેરફેર ન થાય તે માટે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.