લોક્સભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ચેન્નાઈ ભાજપનું નવું કાર્યાલય ખોલવામાં આવ્યું

ચેન્નાઇ, લોક્સભા ચૂંટણી ૨૦૨૪ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન, લોક્સભાની ચૂંટણીને લઈને તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે. અન્નામલાઈએ કહ્યું કે આજે અમે ચેન્નાઈમાં અમારી પાર્ટીનું ચૂંટણી કાર્યાલય ખોલ્યું છે. ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી ઐતિહાસિક હશે. અત્યાર સુધી વોટ મોદીજીને જ જાય છે. તેમણે કહ્યું, ’આ ૨૦૨૪માં મોદીના સમર્થનમાં વોટ હશે. તમિલનાડુમાં લોકો પાર્ટી પ્રત્યે વફાદારી ધરાવે છે. આ યાત્રામાં વિવિધ પક્ષો અને કાર્યર્ક્તાઓના લોકો અમારી સાથે જોડાયા હતા અને તેઓ માને છે કે આ ચૂંટણી પાર્ટીની ચૂંટણી નથી પણ મોટી ચૂંટણી છે.

તમિલનાડુ બીજેપી ચીફ અન્નામલાઈએ કહ્યું કે ચેન્નાઈમાં બીજેપીની નવી ઓફિસ ખોલ્યા બાદ ભારતીય જનતા પાર્ટી અને અમારા ગઠબંધનના નેતાઓ ચેન્નાઈ આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૨૪માં ત્રીજી વખત લોક્સભા ચૂંટણી જીતવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે જેપી નડ્ડા ૧૧ ફેબ્રુઆરીએ તમિલનાડુ આવવાના છે અને ૨૦૦ વિધાનસભાઓમાં પ્રવાસ કરશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરીના અંત સુધીમાં ઘણા વધુ નેતાઓ તમિલનાડુ પહોંચવાના છે. તેમણે કહ્યું કે જ્યારે અમે તમિલનાડુમાં પ્રવાસ કરી રહ્યા હતા. તે દરમિયાન વિવિધ પક્ષો અને કાર્યર્ક્તાઓના લોકો અમને મળ્યા.

અન્નામલાઈએ કહ્યું કે વિવિધ પક્ષો અને કેડરના લોકો તેમના પક્ષ અને કેડર પ્રત્યે ખૂબ જ વફાદાર છે. ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં તમિલનાડુના લોકો ભાજપ અને નરેન્દ્ર મોદીને મોટી સંખ્યામાં વોટ આપવાના છે. કારણ કે આ ચૂંટણી મોદી તરફી ચૂંટણી હશે. આ ચૂંટણીમાં મોદીના નામ પર વોટ નાખવામાં આવશે. તેમણે કહ્યું કે લોક્સભા ચૂંટણી ૨૦૨૪ કોઈ એક પક્ષની ચૂંટણી નથી, પરંતુ આ ચૂંટણી ભારતના વિકાસ માટેની ચૂંટણી છે.