
નવીદિલ્હી, નિજ્જર હત્યા કેસમાં ભારત સહયોગ કરી રહ્યું છે.લોક્સભા ચૂંટણી ૨૦૨૪ની તૈયારીઓ તમામ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરી દીધી છે. આ વચ્ચે ભારતીય ચૂંટણી પંચે મતદારો આંકડા જાહેર કર્યા છે. ચૂંટણી પંચના અનુસાર, આગામી લોક્સભા ચૂંટણીમાં ૪૭ કરોડ મહિલાઓ સહિત ૯૬ કરોડથી વધુ લોકો મતદાન કરવા પાત્ર છે. દેશભરમાં ૧૨ લાખથી વધુ મતદાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે. મતદાન કરવા પાત્ર ૧.૭૩ કરોડથી વધુ લોકો ૧૮થી ૧૯ વર્ષની વયના છે.
ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષોને મોકલવામાં આવેલા ૨૦૨૩ના પત્ર અનુસાર, ૧૯૫૧માં ભારતમાં ૧૭.૩૨ કરોડ નોંધાયેલા મતદારો હતા, જેની સંખ્યા ૧૯૫૭માં વધીને ૧૯.૩૭ કરોડ થઈ હતી. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં ૯૧.૨૦ કરોડ મતદારો હતા. મતદાર યાદીમાં નોંધાયેલા કુલ મતદારોમાંથી અંદાજે ૧૮ લાખ વિકલાંગ વ્યક્તિઓ છે. પહેલી લોક્સભા ચૂંટણીમાં ૪૫ ટકા મતદાન થયું હતું. ગત સંસદીય ચૂંટણીમાં ૬૭ ટકા મતદાન થયું હતું.
ચૂંટણી પંચે વધારાના મતદાન મથક અને સુરક્ષા સ્ટાફની સાથે વાહનોની સંખ્યા વધારવા અને ઈફસ્ માટે વધુ મજબૂત સ્ટોરેજ સુવિધાઓ પર પણ ભાર મૂક્યો છે. નવા મશીનોના પ્રોડક્શનને યાનમાં રાખીને વર્ષ ૨૦૨૯ પહેલા લોક્સભા અને વિધાનસભાની ચૂંટણી એક્સાથે યોજી શકાય નહીં. આમ કરવા માટે બંધારણના પાંચ અનુચ્છેદમાં સુધારો કરવો પડશે.