
- મતદાન જાગૃતિ માટે પંચામૃત ડેરીની પહેલ.
ગોધરા, લોકસભા 24ની બે તબકકાની ચુંટણી વિવિધ રાજયોમાં પુરી થઈ ગઈ છે અને ત્રીજા તબકકાની ચુંટણી 7મે મંગળવાર નારોજ ગુજરાત રાજ્યની લોકસભા બેઠકો ઉપર મતદાન યોજાનાર છે. આ લોકશાહીના મહામુલ્ય અવસરે વધુ મતદાતાઓ પોતાના અમુલ્ય મતાધિકારનો ઉપયોગ કરી યોગ્ય શાસકની ચુંટણીમાં મહત્વનું યોગદાન આવે તેવા ઉમદા હેતુસર ગુજરાતની વિવિધ સંસ્થાઓ, કંપનીઓ, વ્યવસાયિકો આ માટે આગળ આવીને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેને અનુસરને પંચામૃત ડેરના ચેરમેન જેઠાભાઇ આહિર (ભરવાડ) તેમજ નિયામક મંડળના સભ્યોએ પણ તેમના દુધ ભરતી સભાસદોને જેઓએ ચુંટણીમાં મતદાન કર્યું હોય અને મતદાન કર્યા અંગેનું અાંગળીનું પરનું નિશાન દુધ મંડળી કક્ષાએ તેઓને 7મે 2024ના રોજ સાંજની ટંક દુધ ભરાવેલ હોય તેવા સભાસદોોને દુધના પ્રતિ લીટરે રૂા.1/- પ્રોત્સાહન આપવામાં આવશે. ત્યારે આવો સૌ કુટુંબ સાથે મતદાન કરી લોકસભાની ચુંટણની સફળ બનાવએ.