લોક્સભા ચૂંટણીમાં એનડીએ ૪૦૦ પાર ન થતા રાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષે ગુસ્સામાં ટીવી તોડી નાખ્યું

દેશમાં લોક્સભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ૪૦૦ને પાર કરવાનો ટાર્ગેટ ધરાવતી NDA આ ચૂંટણીમાં ૩૦૦ બેઠક સુધી પણ નથી પહોચી શકી. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. એવામાં ઉત્તર પ્રદેશના આગ્રામાં રહેતા રાષ્ટ્રીય હિંદુ પરિષદના પ્રમુખ ગોવિંદ પરાશરે ભાજપને ૪૦૦ બેઠકો ન મળતા પોતાના ઘરમાં ટીવી તોડી નાખ્યું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભાજપને ૪૦૦ બેઠકો ન મળતા રાષ્ટ્રીય હિંદુ પરિષદના પ્રમુખ ગોવિંદ પરાશરે એક ટીવી તોડી નાખ્યું હતું. આ પછી તેને આગ લગાડી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં રાષ્ટ્રીય હિંદુ પરિષદના પ્રમુખ ગોવિંદ પરાશર હતાશામાં એક ટીવી તોડતા જોઈ શકાય છે. લોક્સભા ચૂંટણીના પરિણામોમાં એનડીએ ૪૦૦ બેઠકનો આંકડો પાર કરી શકી ન હતી, ત્યારબાદ ગોવિંદ પરાશરે પહેલા ટેલિવિઝન સેટ તોડી નાખ્યો અને પછી આગ લગાવી દીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેશે પરંતુ ચૂંટણીમાં એનડીએના ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા છે. જેના કારણે ભાજપના ઘણા સમર્થકો નિરાશ થયા છે.