લોક્સભા ચૂંટણી : બંગાળમાં હિંસા, ચુંટણી પંચને ૧૫૦ ફરિયાદો મળી

લોક્સભા ચૂંટણીના પહેલા તબક્કામાં પશ્ર્ચિમ બંગાળમાં ત્રણ લોક્સભા વિસ્તારમાં મતદાન થયું આ સીટો છે- કૂચબિહાર, અલીપુરદ્વાર અને જલપાઇગુડ્ડી. કૂચબિહારમાં હિંસાના અહેવાલ હતા. અહીં ટીએમસીઅને ભાજપના કાર્યર્ક્તા વચ્ચે પથ્થરમારો થયો છે. આમાં ભાજપનો એક કાર્યર્ક્તા જખમી થયો છે. કૂચબિહાર હિંસાના કેટલાય વિડિયો પણ વાયરલ થયા છે.

આરોપ છે કે ટીએમસીના કાર્યર્ક્તાઓએ મતદારોને બૂથ સુધી અટકાવવા માટે પથ્થરમારો કર્યો હતો. એનો વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાઇરલ થયો છે. ચંદામારી વિસ્તારમાં ભાજપના બૂથ અધ્યક્ષ ઘાયલ થયા છે. આ પથ્થરમારો બૂથથી થોડા અંતરે જ થયો હતો. દિનહાટામાં ભાજપના કાર્યર્ક્તાઓના ઘરની બહાર દેશી બોમ્બ મળવાથી ગભરાટ ફેલાયો હતો. ચૂંટણી પંચ સુધી બંને પક્ષના નેતાઓએ ફરિયાદ કરી હતી. કૂચબિહારના સીતલકૂચીમાં ભાજપ અને ટીએમસી કાર્યર્ક્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. બંને દળોના કાર્યર્ક્તાઓએ એકબીજાની મારપીટ કરી હતી.