લોક્સભા ચૂંટણી ૨૦૨૪ માટે ભારતમાં એપ્રિલ અને મે ૨૦૨૪ વચ્ચે મતદાન યોજાવાની અપેક્ષા છે.

સુરત,૧૮મી લોક્સભા એટલેકે લોક્સભા ચૂંટણી ૨૦૨૪ માટે ભારતમાં એપ્રિલ અને મે ૨૦૨૪ વચ્ચે મતદાન યોજાવાની અપેક્ષા છે. લોક્સભાનો કાર્યકાળ ૧૬ જૂન ૨૦૨૪ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છેલ્લી લોક્સભા ચૂંટણી એપ્રિલ-મે ૨૦૧૯માં યોજાઈ હતી. સમય નજીક આવવાનો ઇંતેજાર ન કરી ભાજપાએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે.

ગત લોક્સભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારની રચના કરી હતી જેમાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા હતા.સુરતથી સી.આર.પાટીલે આગામી ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરાવ્યો છે. ભીત પર પોસ્ટર લગાવી અભિયાનની શરૂઆત કરાઈ હતી. પાટીલે આશાવાદ વ્યક્ત કર્યો છે કે ફરી એકવાર મોદી સરકાર જીત મેળવશે. ઉધના ત્રણ દરવાજા પાસે કાર્યકારોની હાજરીમાં અભિયાનનો પ્રારંભ કરાયો હતો.

ઉત્તરાયણનો તહેવાર પતંગ પ્રેમીઓ માટે મજા માણવાનો પર્વ છે પરંતુ આ તહેવાર પક્ષીઓ માટે પીડાદાયક બની જતો હોય છે. દર વર્ષે પતંગની દોરીથી મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થયા હતા. જોકે સરકાર દ્વારા ચલાવવામાં આવેલા કરૂણા અભિયાન હેઠળ સમગ્ર ટીમ આ માટે તૈયાર હતી. પક્ષીઓને ટિમ દ્વારા બચાવી અને સમયસર સારવાર આપવામાં આવી હતી.

ઉત્તરાયણની મજા પક્ષીઓ માટે સજા ન બને તે માટે કાર્યરત ટીમને સંસદે બિરદાવી હતી. સુરતમાં દોરીથી ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવાના ભગીરથ પ્રયાસને સી.આર.પાટીલે આવકાર્યો હતો.કરૂણા સંસ્થા દ્વારા કરવામાં આવતી પક્ષીઓની સારવારના કેન્દ્રની સી.આર.પાટીલે મુલાકાત લીધી હતી. પાટીલે પક્ષીદયા સાથે જોડાયેલા સભ્યોની કામગીરીની બિરદાવી હતી.