દાહોદ,લોકરક્ષકની ભરતીમાં પસંદગી પામેલા દાહોદના વિભુ ભરવાડ ખૂબ આનંદ સાથે જણાવે છે કે, રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક રીતે કરાઈ છે. અમારા જેવા મધ્યમ વર્ગમાંથી આવતા યુવાનો ભરતીમાં પસંદગી પામી શક્યા છે. આ ભરતી માટે અમે ખૂબ જ મહેનત કરી હતી. અમારી પસંદગી થતા અમે સરકારનો આભાર માનીએ છીએ.