લોકોની સુવિધા માટે નિર્દોષ પ્રાણીઓની બલિ આપી શકાય નહીં,ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહ્યું કે લોકોની સુવિધા માટે નિર્દોષ પ્રાણીઓની બલિ આપી શકાય નહીં. રખડતા પ્રાણીઓની સમસ્યાને પહોંચી વળવા માટે રાજ્ય સરકારની નીતિના ભાગરૂપે ઢોરના શેડમાં રખાયેલી ૩૦ ગાયોના મૃત્યુ અંગેની સુનાવણી દરમિયાન કોર્ટે આ અવલોકન કર્યું હતું. ન્યાયમૂત આશુતોષ શાસ્ત્રી અને હેમંત પ્રાચકની ખંડપીઠે જણાવ્યું હતું કે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ગાયોના શબ ફેંકી દેવામાં આવે છે તે ચિત્ર “ખૂબ જ દુ:ખદ અને આઘાતજનક” છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટર પાસેથી રિપોર્ટ મગાવ્યો છે. અદાલતે નડિયાદના રહેવાસી મૌલિક શ્રીમાળી દ્વારા દાખલ કરાયેલી એફિડેવિટને રેકોર્ડ પર લીધી હતી, જેમાં એક પીઆઈએલ સંબંધિત કોર્ટના તિરસ્કારની અરજીમાં ઢોરના જોખમને રોકવાના નિર્દેશોની માગ કરવામાં આવી હતી.

શ્રીમાળીએ તેમના સોગંદનામામાં જણાવ્યું હતું કે, તેમને ઢોરના શેડમાં પશુઓના મૃત્યુ અંગેના સમાચાર મળ્યા હતા, જેના પગલે ૩૦ ગાયોના અવશેષો નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીનના ખુલ્લા ભાગમાં ફેંકી દેવામાં આવ્યા હતા.

જસ્ટિસ શાીએ કહ્યું, “ખૂબ જ પરેશાન કરનાર અને આઘાતજનકપ અમને લાગે છે કે આ નિર્દોષ પ્રાણીઓને કોઈ પણ નીતિના નિયમન અને અમલના નામે બલિદાન આપી શકાય નહીં. માનવ જીવનની સગવડતા માટે, અમે આવી વસ્તુને મંજૂરી આપી શકીએ નહીં.

તેમણે કહ્યું, “જો આ થઈ રહ્યું છે તો ભગવાન પણ અમને માફ નહીં કરે.” નિર્દોષ પ્રાણીઓનો આ રીતે નાશ ન થઈ શકે. પલોકોની સુવિધા માટે એક પણ નિર્દોષ પ્રાણીનું બલિદાન ન આપવું જોઈએપ”