લોકોના જીવનમાં સરકારની દખલગીરી ઓછી હોવી જોઈએ, વડાપ્રધાન મોદીનું વર્લ્ડ ગવર્મેન્ટ્સ સમિટને સંબોધન આજે આપણે ૨૧મી સદીમાં છીએ

  • એક તરફ દુનિયા આધુનિક્તા તરફ આગળ વધી રહી છે તો બીજી તરફ છેલ્લી સદીથી ચાલી રહેલા પડકારો પણ એટલા જ વ્યાપક બની રહ્યા છે.

દુબઈ,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે હું માનું છું કે આજે દુનિયાને એવી સરકારની જરૂર છે જે બધાને સાથે લઈને ચાલે. તેઓ દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ્સ સમિટમાં બોલી રહ્યા હતાં

પીએમ મોદીએ કહ્યું, ’દુબઈ જે રીતે વૈશ્વિક અર્થતંત્ર, વાણિજ્ય અને ટેક્નોલોજીનું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે તે મોટી વાત છે.’તેમણે કહ્યું કે આજે આપણે ૨૧મી સદીમાં છીએ. એક તરફ દુનિયા આધુનિક્તા તરફ આગળ વધી રહી છે તો બીજી તરફ છેલ્લી સદીથી ચાલી રહેલા પડકારો પણ એટલા જ વ્યાપક બની રહ્યા છે. પછી તે ખાદ્ય સુરક્ષા હોય, આરોગ્ય સુરક્ષા હોય, જળ સુરક્ષા હોય, ઉર્જા સુરક્ષા હોય કે શિક્ષણ હોય. દરેક સરકાર તેના નાગરિકો પ્રત્યે ઘણી જવાબદારીઓથી બંધાયેલી હોય છે. આજે દરેક સરકાર સમક્ષ પ્રશ્ન એ છે કે તેણે કયા અભિગમ સાથે આગળ વધવું જોઈએ. હું માનું છું કે આજે દુનિયાને એવી સરકારની જરૂર છે જે દરેકને સાથે લઈ જાય.

પીએમએ કહ્યું, ’મારું માનવું છે કે સરકારની ગેરહાજરી હોવી જોઈએ અને સરકારનું દબાણ ન હોવું જોઈએ. તેના બદલે, હું માનું છું કે લોકોના જીવનમાં સરકારી દખલગીરી ઓછી થાય તે સુનિશ્ચિત કરવાનું કામ સરકારનું છે. આ ૨૩ વર્ષોમાં સરકારમાં મારો સૌથી મોટો સિદ્ધાંત રહ્યો છે – ’ન્યૂનતમ સરકાર, મહત્તમ શાસન’. મેં હંમેશા એવું વાતાવરણ ઊભું કરવા પર ભાર મૂક્યો છે જેમાં નાગરિકોમાં સાહસ અને ઊર્જાની ભાવનાનો વિકાસ થાય.

તેમણે વધુમાં કહ્યું કે, ’સબકા સાથ-સબકા વિકાસ’ના મંત્રને અનુસરીને, અમે સંતૃપ્તિના અભિગમ પર ભાર આપી રહ્યા છીએ. સંતૃપ્તિના અભિગમનો અર્થ એ છે કે કોઈ પણ લાભાર્થીને સરકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહેવું જોઈએ, સરકારે પોતે જ તેમના સુધી પહોંચવું જોઈએ. શાસનના આ મોડેલમાં, ભેદભાવ અને ભ્રષ્ટાચાર બંનેનો અવકાશ સમાપ્ત થાય છે.પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, ‘દુબઈ આજે વૈશ્વિક ટેક્નોલોજીનું કેન્દ્ર બની રહ્યું છે અને વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ વિશ્વભરના વિચારશીલ નેતાઓને એક્સાથે લાવવાનું પ્લેટફોર્મ બની ગયું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ‘હું માનું છું કે આજે વિશ્વને એવી સરકારોની જરૂર છે, જે સર્વસમાવેશક હોય, જે દરેકને સાથે લઈ જાય. ખાદ્ય સુરક્ષા હોય, આરોગ્ય સુરક્ષા હોય, જળ સુરક્ષા હોયપ, ઉર્જા સુરક્ષા હોયપ કે શિક્ષણ હોય, સમાજને સર્વસમાવેશક બનાવેપ દરેક સરકાર તેના નાગરિકો પ્રત્યે ઘણી જવાબદારીઓથી બંધાયેલી હોય છે. મોદીએ કહ્યું કેઅમે લાસ્ટ માઈલ ડિલિવરી અને સંતૃપ્તિના અભિગમ પર ભાર આપી રહ્યા છીએ. સંતૃપ્તિના અભિગમનો અર્થ એ છે કે, કોઈ પણ લાભાર્થીને સરકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહેવું જોઈએ, સરકારે પોતે જ તેમના સુધી પહોંચવું જોઈએ. શાસનના આ મોડેલમાં ભેદભાવ અને ભ્રષ્ટાચાર બંનેનો અવકાશ સમાપ્ત થાય છે.

તેમણે કહ્યું, ’અમે શાસનમાં જનતાની ભાવનાઓને પ્રાથમિક્તા આપી છે. અમે દેશવાસીઓની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છીએ. અમે લોકોની જરૂરિયાતો અને લોકોના સપનાઓ પૂરા કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે ભારત સૌર, પવન, પાણી તેમજ બાયોફ્યુઅલ અને ગ્રીન હાઇડ્રોજન પર કામ કરી રહ્યું છે. આપણી સંસ્કૃતિ આપણને શીખવે છે કે કુદરત પાસેથી આપણને જે મળ્યું છે તે પાછું આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી, ભારતે વિશ્વને એક નવો રસ્તો સૂચવ્યો છે, જેને અનુસરીને આપણે પર્યાવરણને ઘણી મદદ કરી શકીએ છીએ. આ માર્ગ છે – મિશન લાઇફ એટલે કે પર્યાવરણ માટે જીવવું.

તેમણે કહ્યું, ’અમે માત્ર સરકારો સામેના પડકારોનો ઉકેલ નહીં લાવીશું, પરંતુ વિશ્ર્વ ભાઈચારાને પણ મજબૂત કરીશું. વિશ્વ મિત્ર તરીકે ભારત આ વિચાર સાથે આગળ વધી રહ્યું છે. અમે અમારા જી૨૦ પ્રેસિડેન્સી દરમિયાન પણ આ ભાવનાને આગળ વધારી હતી. અમે એક પૃથ્વી, એક પરિવાર છીએ. એક ભાવિએ આ ભાવનામાં આગળ વધવું જોઈએ.

ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીની મંત્રી સ્તરીય બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ’એક દાયકામાં આપણે વિશ્વની ૧૧મી સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી ૫મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છીએ. આ જ સમયગાળામાં, અમારી સૌર ઉર્જા ક્ષમતામાં ૨૬ ગણો વધારો થયો, અમારી નવીનીકરણીય ઉર્જા ક્ષમતા પણ બમણી થઈ અને અમે આ સંદર્ભે અમારી પેરિસ પ્રતિબદ્ધતાઓને સમયમર્યાદા પહેલા વટાવી દીધી.આ પહેલા મોદીએ દુબઈમાં યુએઈના વડા પ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન નેતાઓએ વેપાર, રોકાણ, ટેક્નોલોજી, અવકાશ, શિક્ષણ અને લોકો વચ્ચેના સંબંધો સહિત દ્વિપક્ષીય સહયોગના વ્યાપક ક્ષેત્રોની ચર્ચા કરી હતી.