લોકો ભારત અને પાકિસ્તાનની મેચની જ વાત કરે છે, એટલા માટે મેચ પહેલા નર્વસનેસ છે.બાબર

ટી ૨૦ વર્લ્ડ કપ ૨ જૂનથી શરૂ થયો છે. પ્રથમ દિવસે યજમાન દેશ અમેરિકાનો સામનો કેનેડા સામે થયો હતો. આ મેચમાં અમેરિકાએ કેનેડાને ૭ વિકેટે હરાવ્યું હતું. હવે આ ટૂર્નામેન્ટમાં તમામની નજર ભારત-પાકિસ્તાન મેચ પર ટકેલી છે. નાસો કાઉન્ટી સ્ટેડિયમમાં ૯મી જૂને રમાનારી આ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ મેચ માટે માહોલ પહેલેથી જ બનાવવાનું શરૂ થઈ ગયું છે અને ઘણી હસ્તીઓ આવવાની અપેક્ષા છે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ આ મેચ પહેલા તણાવમાં છે. તેણે કહ્યું છે કે તે નર્વસ છે.

ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી દુશ્મનાવટ છે. જ્યારે પણ બંને ટીમો સામસામે હોય છે ત્યારે ચાહકોને રોમાંચક મેચ જોવા મળે છે. ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં પણ બંને વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. એટલા માટે ટૂર્નામેન્ટમાં ચાહકોથી લઈને ભૂતપૂર્વ ક્રિકેટરો અને ખેલાડીઓમાં આ વિશે ચર્ચા થઈ રહી છે. જેના કારણે બાબર આઝમ નર્વસ છે.

તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પોડકાસ્ટ પર પણ આ વાત સ્વીકારી છે. બાબરે ભારત-પાકની મેચને વિશ્ર્વની સૌથી ચચત મેચ ગણાવી હતી. તેણે કહ્યું કે તમે દુનિયામાં ગમે ત્યાં જાઓ, લોકો આ મેચની જ વાત કરે છે. ચાહકોનું યાન આ મેચ પર સૌથી વધુ છે. એટલા માટે મેચ પહેલા નર્વસનેસ છે.

જો કે બાબર આઝમે નર્વસ હોવાનું સ્વીકાર્યું પરંતુ ટીમ ઈન્ડિયા સાથેની મેચ દરમિયાન તેનો સામનો કરવાની યોજના વિશે પણ જણાવ્યું. તેણે કહ્યું કે આ કોમ્પિટિશનના પ્રેસરનો સામનો કરવાનો ખેલાડી તરીકે રમતની મૂળભૂત બાબતોને અનુસરવી એ સૌથી સરળ રસ્તો છે. બાબરે કહ્યું કે આ મેચને સરળ બનાવવા માટે તે શાંત રહે છે અને પોતાની કુશળતા પર કામ કરે છે અને પોતાની મહેનત પર વિશ્વાસ રાખે છે.

ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતીય ટીમ હંમેશા પાકિસ્તાન પર પરાસ્ત રહી છે. આ ટી ૨૦ વર્લ્ડ કપમાં બંનેને ગ્રુપ એમાં રાખવામાં આવ્યા છે. બંને વચ્ચે ૯ જૂને મુકાબલો થશે. આ પહેલા બંને ટીમો ૭ મેચ રમી ચૂકી છે. જેમાં ભારતે ૫ વખત પાકિસ્તાનને હરાવ્યું છે, જ્યારે એક મેચ ટાઈ રહી હતી. જ્યારે ૨૦૨૧માં પાકિસ્તાને ભારત સામે પ્રથમ વખત જીત મેળવી હતી.