
ભારતના સુપ્રસિદ્ધ ગણિતજ્ઞ નિવાસ રામાનુજમની જન્મ જયંતિને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે તેમનો જન્મ તા.22.12.1887 ના રોજ થયેલ હતો.તેમના જન્મ દિવસ નિમિત્તે આજરોજ સિવિલ લાઇન્સ ગુજરાતી ક્ધયા શાળા,ગોધરા ખાતે વિવિધ ગણિત પ્રોજેકટની સમજ આપીને કરવામાં આવી.લોક વિજ્ઞાન કેન્દ્ર,ગોધરાના સહયોગથી કરવામાં આવેલ ગણિત દિવસની ઉજવણીમાં કુ.બ્રિજ જાદવ દ્વારા વિદ્યાર્થીઓને ગણિતના મોડેલની સમજ આપી હતી.શાળાના વિજ્ઞાન શિક્ષકો નીતાબેન પટેલ, રોહિતભાઈ પ્રજાપતિ,કઠડી તસનીમબેન વગેરે એ સમજ આપી હતી.
રોજિંદા જીવનમાં ગણિતના મહત્વ અંગે વ્યાવહારિક ઉદાહરણો દ્વારા શાળાના આચાર્ય ભારતસિંહ સોલંકીએ માર્ગદર્શન આપેલ હતું.અધ્યક્ષ સ્થાનેથી દલુની વાડી શાળાના આચાર્ય પ્રવીણભાઈ અમીન એ ગણિત સહેલું છે એ વિષય પર વક્તવ્ય આપ્યું હતું.
આ કાર્યક્રમમાં દલુની વાડી કુમાર શાળા,નૂતન ગુજરાતી મિશ્ર શાળા અને સિવિલ લાઇન્સ ગુજરાતી ક્ધયા શાળાના ધો.6 થી 8 ના બાળકોએ મોટી સંખ્યામાં ઉમળકાભેર ભાગ લીધો હતો.