- દાહોદ જીલ્લાના ઝાલોદના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના મતદાતાઓની જાગૃતિ માટે આજથી ઇવીએમ અને વિવિપીએટના માર્ગદર્શન રથ ગામડે ગામડે ફરશે.
દાહોદ, ઝાલોદ મામલતદાર કચેરી ખાતે થી લોકસભા સામાન્ય ચુંટણી-2024, 130 વિધાનસભા ઝાલોદ વિધાનસભા મત વિભાગમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના મતદાતાઓની જાગૃતિ માટે ઇ.વી.એમ. અને વિવિપીએટના માર્ગદર્શન રથને આજે ગામડાઓ માં જાગૃતિ લાવવા માટે લીલીઝંડી આપવામાં આવી હતું. આ પ્રસંગે 130-ઝાલોદ મદદનીશ ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારી આર.આર.ગોહેલ અને ઝાલોદ મામલતદાર એસ. એમ.પરમારના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ઝાલોદ મામલતદાર કચેરી ખાતે થી 130 વિધાનસભા, ઝાલોદ ના ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ના મતદાતાઓની જાગૃતિ માટે ઇ.વી.એમ અને વિવિપીએટના માર્ગદર્શન રથને આજે ગામડાઓમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 130-ઝાલોદ મદદનીશ ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારી આર.આર.ગોહેલ અને ઝાલોદ મામલતદાર એસ.એમ. પરમારના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આગામી લોકસભા ચૂંટણીને લઇને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે 1લી જાન્યુઆરીથી મતદારો માટે ઇવીએમનું ડેમોન્સ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું. બીજીતરફ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાના કેમ્પેઇન પણ શરૂ કરવામાં આવ્યા છે. જેને લઈ ઝાલોદ મામલતદાર કચેરી ખાતે થી 130 વિધાનસભા, ઝાલોદ ના ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ના મતદાતાઓની જાગૃતિ માટે ઇ વી એમ અને વિવિપીએટના માર્ગદર્શન રથ ને આજે ગામડાઓમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ઇવીએમ અને વીવીપેટને લઈને અનેક પ્રકારની અટકળો ચાલતી હોય છે. ત્યારે વોટ કેવી રીતે આપવાથી લઇને ઈવીએમ કેવા પ્રકારે સુરક્ષિત છે. તેની તમામ જાણકારી મતદારોને આપવા માટે જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઝાલોદ મામલતદાર કચેરી ખાતે રથ ને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
પ્રથમવાર મતદાર બનેલા યુવાનોને પણ ઈવીએમ અને વીવીપેટના ફંક્શન દર્શાવવામાં આવશે. આ ઉપરાંત મતદાન વધે અને જે મતદાન મથકોમાં મતદાન ઓછું થાય છે. ત્યાં પણ મોટા પ્રમાણમાં મતદાન થાય તે માટે મતદાર જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવશે.