લોકસભાની ચુંટણી નજીક આવતા જ વિવિધ પાર્ટીઓ સક્રિય થઇ,રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીએ ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણુંક કરી

અમદાવાદ, લોકસભાની ચુંટણી આવતા જ વિવિધ પાર્ટીઓ સક્રિય થઇ ગઇ છે.વિવિધ રાજકીય પક્ષોએ ચુંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી સંગઠનને મજબુત કરવાનું કામ શરૂ કરી દીધુ છે.આ દરમિયાન કેન્દ્ર સરકારમાં ભાગીદાર સાથી પક્ષ રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારત સરકારના કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી પશુપતિકુમાર પારસે ગુજરાત પ્રદેશ અધ્યક્ષની નિમણુંક કરી છે. પશુપતિકુમારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે જ્ઞાનેન્દ્ર વિશ્વકર્માની નિમણુંક કરી છે.

પોતાની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણુંક થયા બાદ નવા નિમાયેલા જ્ઞાનેન્દ્ર વિશ્વ કર્માએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પ્રમુખશ્રીએ આગામી લોકસભા ચુંટણી માટેની જે જવાબદારી મને સોંપી છે તે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને પાર્ટીના નિર્દેશાનું પાલન કરી એનડીએ સરકાર સાથે રહીને કામ કરીશ

તેમણે કહ્યું હતું કે દેશના વિકાસ માટે એનડીએની સરકાર બનાવવા માટે કામ કરીશું.દલિત,કચડાયેલા વર્ગના વિકાસ માટે પણ પાર્ટી કામ કરશે તેમણે કહ્યું હતું કે પાર્ટી વિવિધ મુદ્દાને લઇને પ્રજા સમક્ષ જશે અને પાર્ટીને મજબુત કરવાનો પ્રયાસ કરશે.