લોક્સભાની ચૂંટણીમાં આપ ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો રહેશે,કેજરીવાલ

નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિદ કેજરીવાલે લોક્સભા અને વિધાનસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે લોક્સભાની ચૂંટણીમાં તેમની પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો રહેશે, પરંતુ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પાર્ટી પોતાના દમ પર લડશે. તેમણે ૫ માગો રાખી અને કહ્યું કે, માગો પૂરી થયા બાદ તેઓ રાજનીતિ છોડી દેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હરિયાણાના જિંદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પાર્ટીની એક રેલીને સંબોધિત કરી હતી.

તેમણે કહ્યું કે, આગામી લોક્સભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન સાથે લડશે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે પરંતુ ઓક્ટોબરમાં થનારી હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી બધી સીટો પર પોતાના ઉમેદવાર ઉતરશે અને એકલી જ ચૂંટણી લડશે.

અરવિંદ કેજરીવાલ ૫ માગો કરી હતી તેમાં દેશની શિક્ષણ વ્યવસ્થા સારી કરી દો. બધા માટે સમાન શિક્ષણ વ્યવસ્થા કરી દો.બધા માટે સારી સારવારની વ્યવસ્થા કરી દો.મોંઘવારી ઓછી કરી દો. અમે દિલ્હી, પંજાબમાં મોંઘવારી ઓછી કરીને દેખાડી.દરેક હાથ, દરેક યુવાને રોજગાર આપી દો.ગરીબોને ફ્રી વીજળી, બધાને ૨ કલાક વીજળી આપી દો.

હરિયાણામાં વિધાનસભાની ૯૦ સીટ છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, તેમની પાર્ટી તમામ સીટો પર પોતાના દમ પર ચૂંટણી લડશે. તેમણે હરિયાણાની જનતા પાસેથી બદલાવ માટે વોટ કરવાની આશા વ્યક્ત કરી. હરિયાણામાં આપની સરકાર બનાવશે. કેજરીવાલે હરિયાણાના મુખ્યમંત્રી પર પ્રહાર કર્યો અને કહ્યું કે, જ્યારે લોકો મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પાસે નોકરી માગવા ગયા તો એ લોકોને મજૂરોને યુદ્ધ ક્ષેત્ર એટલે કે ઇઝરાયલ મોકલી આપ્યા. જ્યારે દિલ્હીમાં આપની સરકાર છે. પંજાબમાં આપની સરકાર છે અને ત્યાંનાં લોકોને ઘણા પ્રકારની સુવિધાઓ મળી રહી છે તો હરિયાણાના લોકોએ શું ગુનો કરી રાખ્યો છે. અરવિંદ કેજરીવાલે જનતાને અપીલ કરી કે તેઓ આ આ વખત રાજ્યમાં બદલાવ માટે વોટ કરે અને આપની સરકાર બનાવે.