ભાગલપુર,
ભાજપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય પ્રવકતા તથા પૂર્વ મંત્રી શાહનવાજ હુસૈને જણાવ્યું છે કે ૨૦૨૪ની સંસદીય ચુંટણીમાં બિહારની ૪૦ લોકસભા બેઠકો પર વિજય હાંસલ કરવા માટે ભાજપના વરિષ્ઠ નેતૃત્વ મંથન કરી રહ્યું છે. ત્યારબાદ ૨૦૨૫માં બિહાર વિધાનસભા ચુંટણી ભાજપ પોતાના દમ પર જીતવાની યોજનના પર પણ કામ કરી રહી છે.
અહીં પત્રકારો સાથેની વાતચીત કરતા હુસૈને ગુજરાત વિધાનસભામાં ભારે બહુમતિ પ્રાપ્ત કરવા અને બિહારની કુઢની વિધાનસભાની પેટાચુંટણીમાં ભાજપની જીતથી ખુશી વ્યકત કરી હતી.તેમણે કહ્યું કે બિહારમાં તાજેતરમાં ત્રણ વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચુંટણીમાં બે ગોપાલગંજ અને કુઢની પર ભાજપની જીત થઇ છે.ગોપાલગંજમાં રાજદ ઉમેદવાર અને કુઢનીમાં જદયુના ઉમેદવારને ભાજપે પરાજય આપ્યો છે.મોકામા બેઠક તો છોટે સરકારના કારણે રાજદે જીતી છે. એટલે કે બંન્ને પક્ષ મહાગઠબંધનનો હિસ્સો છે.જદયુ જયારે ભાજપના નેતૃત્વવાળા એનડીએથી સંબંધ તોડી નાખ્યો તો સવાલ ઉઠી રહ્યાં હતાં કે હવે ભાજપનું શું થશે પરંતુ બંન્ને પક્ષોને પેટાચુંટણીમાં ભાજપે પરાજય આપ્યો તો તેનો જવાબ તેમણે આપવો જોઇએ ગુજરાતમાં અમારા ૫૬ ઇચના છાતીવાળા નેતાને ગુજરાતની જનતાએ ૧૫૬ બેઠકો આપી.જે લોકો એ કહેતા હતાં કે ગુજરાતની પ્રજાને લલચાવી પટાવી તેમના મત ખરીદી લઇશું તેવા લોકો નિષ્ફળ ગયા છે.
ભાજપ નેતાએ કહ્યું કે લાલટેન બિહારના વિકાસ માટે અવરોધક છે ભાજપની સાથે બિહાર પ્રદેશભરની જનતા છે.કુઢનીની જીત એ સાબિત કરી દે છે.લાલટેનને શોખ હતો કો ગોપાલગંજમાં ભાજપના કમળથી લડવામાં આવે પરંતુ પરાજય મળ્યો આથી મહાગઠબંધન સરકારે વિચારવું જોઇએ કે તે કયાં છે.
આ પહેલા અહીં પહોંચવા પર તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે જ ગુજરાતમાં પ્રચંડ જીત અને કુઢની વિધાનસભા પેટાચુંટણી જીતવાની મિઠાઇ ખવડાવી ખુશી વ્યકત કરવામાં આવી હતી ત્યારબાદ તે ગત દિવસોમાં પીરપૈતીમાં મહિલાની થયેલ નિર્મમ હત્યાના પીડિત પરિવારોને મળવા માટે રવાના થયા હતાં.