મુંબઇ, શિવસેના નેતા અને લોક્સભાના પૂર્વ અધ્યક્ષ મનોહર જોશીની તબિયત લથડી છે. તેમને મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. ૮૬ વર્ષના મનોહર જોશીને ICUમાં રાખવામાં આવ્યા છે. હાલમાં તેમના સ્વાસ્થ્ય અંગે હોસ્પિટલ દ્વારા કોઈ બુલેટિન જારી કરવામાં નથી આવ્યું. શિવસેના યુટીબી નેતા ઉદ્ધવ ઠાકરે અને તેમની પત્ની રશ્મિ ઠાકરે મનોહર જોશીની તબિયત બગડવાની માહિતી મળતાં જ તેમની ખબર પૂછવા હિન્દુજા હોસ્પિટલ પહોંચ્યા હતા.
જોશી બાળાસાહેબ ઠાકરેના નજીકના સહયોગીઓમાંના એક હતા. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત શિવસેના તરફથી રાજ્યની વિધાન પરિષદમાં ચૂંટાઈને કરી હતી. તેઓ ૧૯૭૬ થી ૧૯૭૭ સુધી મુંબઈનું મેયર પદ પણ સંભાળ્યુ હતું.
જોશી ૧૯૯૫માં જ્યારે શિવસેના-ભાજપ ગઠબંધન સત્તામાં આવ્યા ત્યારે મહારાષ્ટ્રના સીએમ બન્યા હતા. તેઓ ભૂતકાળમાં લોક્સભા અધ્યક્ષનું પદ પણ સંભાળી ચૂક્યા છે. જોકે, તેઓ છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં સક્રિય નથી.