લોકસભા ચુંટણીના ચોથા ચરણના મતદાન વખતે જૂનિયર એનટીઆર, અલ્લૂ અર્જૂન, ચિરંજીવી, એસએસ રાજામૌલી, એમએમ કીરાવની સહિત અન્ય સાઉથના સ્ટાર્સ અને ફિલ્મમેકર્સ પોલિંગ બૂથ પહોંચ્યા.
લોકસભા ચૂંટણીના ચોથા ચરણનું વોટિંગ આજે 13 મેએ 10 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોમાં થઈ રહ્યું છે. તેમાં ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા પણ શામેલ છે. હવે સવારથી જ પોલિંગ બૂથ પર લાંબી લાંબી લાઈન્સ લાગી છે. લોકો સવારથી જ વોટ નાખવા માટે પહોંચ્યા છે. સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર પણ વોટ નાખવા માટે લાઈનમાં ઉભેલા જોવા મળ્યા. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
જુનિયર એનટીઆરને હૈદરાબાદના જુબલી હિલ્સમાં સ્થિત પોલિંગ બુથ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં તે સામાન્ય લોકોની સાથે લાઈનમાં ઉભા હતા. તેમની પાછળ અને આગળ પણ લોકો હતા અને ચારે બાજુ કેમેરા હતા. જે તેમને કેપ્ચર કરી રહ્યા હતા. તેના ઉપરાંત એક્ટરના બોડીગાર્ડ પણ જોવા મળી રહ્યા હતા. જે તેમની સુરક્ષામાં તૈનાત હતા. બ્લૂ રંગનો શર્ટ અને કાળા ચશ્મામાં એક્ટર પોતાના નંબરની રાહ જોઈ રહ્યા હતા.
જુનિયર એનટીઆરે વોટ નાખ્યા બાદ ફેન્સને કહ્યુ….
વોટ આપ્યા બાદ પાપારાજીના કહ્યા બાદ જુનિયર એનટીઆરે ફોટો માટે પોઝ આપ્યો અને હાથમાં લાગેલી સાહી સાથે કેમેરા સામે પોઝ આપ્યો. તે સમયે તેમની ફેમિલી પણ તેમની સાથે હતી. તેમણો ફોટો ક્લિક કરાવ્યા.તેમણે ફેંસને કહ્યું, “બધાએ પોતાના વોટ આપવાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. મને લાગે છે કે સારો મેસેજ છે. જેને આપણે પોતાની આવનાર પેઢી સુધી પહોંચાડવો જરૂરી છે.”
અલ્લૂ અર્જૂન અને ચિરંજીવીએ પણ આપ્યો વોટ
આ ઉપરાંત પુષ્પા ફેમ સાઉથના સુપર સ્ટાર, અલ્લૂ અર્જૂન અને ચિરંજીવીએ પણ પોતાનો વોટ આપ્યો. તેમણે પણ સામાન્ય નાગરીકની જેમ લાઈનમાં ઉભા રહીને જ વોટ આપ્યો હતો.